શોધખોળ કરો

ભારે વરસાદથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં વીજ પુરવઠાને અસર, 181 વીજપોલ ધરાશાયી

કચ્છ અને સૌરાષ્ટ્રમાં મંગળવારે પડેલા વરસાદના કારણે વીજ પુરવઠાને પર અસર થઇ છે

કચ્છ અને સૌરાષ્ટ્રમાં મંગળવારે પડેલા વરસાદના કારણે વીજ પુરવઠાને પર અસર થઇ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કુલ 165 ફીડરો બંધ થઇ ગયા છે. ભારે પવન અને વરસાદના કારણે 181 વીજ થાંભલા જમીનદોસ્ત થઇ ગયા હતા તો 17 ટ્રાન્સફોર્મર બંધ પડી ગયા છે. ત્રણ ગામોમાં વીજ પુરવઠો બંધ છે. PGVCLની ટીમો પુરવઠો પૂર્વવત કરવા કામે લાગી હતી.

ગામમાં ઘૂસ્યા વરસાદી પાણી

જૂનાગઢના મૂળીયાસા ગામમાં ફરી વરસાદી પાણી ઘૂસતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.સાબરી નદીના પાણીએ કેશોદના મુળીયાસા ગામમાં ઘૂસી ગયા હતા. મેંદરડા, વંથલી સહિતના વિસ્તારોમાં પડેલા વરસાદના પાણી ગામમાં ફરી વળ્યા હતા. ગત સપ્તાહે પણ મુળીયાસા ગામ બેટમાં ફેરવાયું હતું.

જૂનાગઢના બામણાસા ગામમાં બનાવેલો માટીનો સંરક્ષણ પાળો તૂટી પડતાં ગામમાં પાણી ફરી વળ્યા હતા. એક કરોડ 36 લાખના ખર્ચે બનાવવામાં આવેલો પાળો તૂટી ગયા બાદ રિપેર કરાયો હતો. રેતીની બોરી અને તાડપત્રીથી પાળાનું સમારકામ કરાયું હતું. પણ ઓઝત નદીમાં પૂર આવતા પાળો ફરી તૂટી ગયો હતો. પાળો તૂટતાં ઓઝત નદીના પાણી ફરી ગામમાં ઘૂસ્યા હતા.

નોંધનીય છે કે જૂલાઈ મહિનામાં ભારે વરસાદે તબાહી મચાવ હતી. દેશના કેટલાક રાજ્યમાં વરસાદી આફતથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. અસમ, બિહાર, ઉત્તરાખંડમાં ભારે વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયા હતા. વરસાદને કારણે ચારધામ યાત્રાને પણ અસર થઇ છે.  આ તરફ અસમ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, બિહાર, રાજસ્થાનના કેટલાક શહેરમાં ભારે વરસાદથી નુકસાન થયું છે. બુલંદશહેરમાં મૂશળધાર વરસાદથી જળબંબાકાર છે. રસ્તા પરથી પસાર થતી સ્કૂલ બસ વરસાદી પાણીમાં ફસાઈ ગઇ હતી. કર્ણાટકના ઉડુપીમાં પૂરના પાણીમાં કાર ફસાઈ હતી.                      

દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં યલો એલર્ટ જાહેર

સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે  તો મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે.             

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget