શોધખોળ કરો
Advertisement
ઉત્તર ગુજરાતમાં સાંબેલાધાર, વાવમાં 4 કલાકમાં 7 ઇંચ, જાણો ક્યાં કેટલો ખાબક્યો વરસાદ
બંગાળની ખાડી અને તેને અડીને આવેલા ઉત્તરી ઓરિસ્સા, ઝારખંડ વિસ્તાર પર હાલ લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે.
પાલનપુર: વાવમાં રવિવારે રાત્રે ચાર કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબકતાં પાણી ભરાઈ ગયા હતા. થરાદમાં બે કલાકમાં ચાર ઈંચ અને દિયોદરમાં દોઢ ઈંચ અને સતલાસણામાં બે કલાકમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતમાં 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. પાટણ, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં એનડીઆરએફની 3 ટીમો તહેનાત કરાઇ છે. આ સાથે સમગ્ર ઉત્તર ગુજરાતના સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને રજા રદ્દ કરી આગામી ચાર દિવસ સુધી ફરજ પરનુ સ્થળ ન છોડવા આદેશ કરાયા છે.
બંગાળની ખાડી અને તેને અડીને આવેલા ઉત્તરી ઓરિસ્સા, ઝારખંડ વિસ્તાર પર હાલ લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમ રવિવાર મોડી રાત પછી ઉત્તર ગુજરાત પર સક્રિય થતાં સોમવારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
બંગાળની ખાડી પર સર્જાયેલ લો-પ્રેશર સિસ્ટમ આગળ વધી રહી છે. તેની સાથે જ ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેને અડીને આવેલા રાજસ્થાન પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય છે. જેના કારણે 29 મીએ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
રવિવારે દિવસ દરમિયાન અમદાવાદમાં અવારનવાર વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. દિવસ દરમિયાન શહેરમાં સરેરાશ 1.24 મીલીમીટર વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી વધુ વરસાદ બોડકદેવ અને ઓઢવ વિસ્તારમાં 4 મીલીમીટર જેટલો નોંધાયો હતો. ચાંદખેડા, ગોતા, નરોડા અને કોતરપુર વિસ્તારમાં સહેજ પણ વરસાદ નોંધાયો નથી.
જ્યારે બારડોલી, ઉચ્છલ, વડગામ, સતલાસણા, માંડવી(સુરત)ડેડિયાપાડા, કામરેજ, વધઇ, વાલોડ, માંગરોળ, હાંસોટ, બોડેલી, ભેસાણ, વ્યારા, વાગરા, ધરમપુર, ઝઘડિયા, નડિયાદ, ગાંધીનગરમાં અડધોથી પોણો ઇંચ વરસાદ નોંધાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
ગુજરાત
અમદાવાદ
Advertisement