શોધખોળ કરો

Fair Price Shop Owners strike Live Updates: સસ્તા અનાજ દુકાનદારોને સરકારની ચેતવણી, બાવળિયાએ કહ્યુ- વ્યાજબી માંગ હશે તો જ સ્વીકારાશે

આજથી રાજ્યમાં સસ્તા અનાજના 17 હજાર દુકાનદારોની હડતાળ પર ઉતર્યા હતા.

LIVE

Key Events
Fair Price Shop Owners strike Live Updates: સસ્તા અનાજ દુકાનદારોને સરકારની ચેતવણી, બાવળિયાએ કહ્યુ- વ્યાજબી માંગ હશે તો જ સ્વીકારાશે

Background

આજથી રાજ્યમાં સસ્તા અનાજના 17 હજાર દુકાનદારોની હડતાળ પર ઉતર્યા હતા. મળતી જાણકારી અનુસાર, રાજ્યના ગરીબોની દિવાળી બગડી શકે છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે વચન ન પાળતા આખરે સસ્તા અનાજના દુકાનદારો હડતાળ પર ઉતર્યા છે. દુકાનદારોની અચોક્કસ મુદ્દતની હડતાળના કારણે દિવાળી સમયે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રાશનથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

સસ્તા અનાજના દુકાનદારોનો દાવો છે કે આ પહેલા અસરકાર આંદોલન કરવામાં આવ્યું હતુ ત્યારે સરકારે વચન આપ્યું હતું કે ત્રણસોથી ઓછા રાશન કાર્ડ હશે તે દુકાનદારને મહિને વીસ હજાર રુપિયા આપવામાં આવશે. જો કે હજુ સુધી સરકારે આ વચન પૂર્ણ કર્યું નથી. આ જ પ્રમાણે અનાજની ઘટ સમસ્યા મુદ્દે પણ અનેક વાર રજૂઆત કરવામાં આવી હતી. એક બોરીએ ત્રણથી ચાર કિલો અનાજની ઘટ પડી રહી છે જેના પરિણામે દુકાનદારોને આર્થિક ખોટનો સામનો કરવો પડી રહ્યો છે. દુકાનદારોને કમિશનની આવક થઇ રહી નથી અને પોતાના ખિસ્સામાંથી દુકાનદારોએ રૂપિયા આપવા પડે છે. નિયમિત રીતે અનાજનો જથ્થો પણ મળતો નથી.

એટલું જ નહીં ડિજીટલાઈઝેશનના કારણે અનેક જગ્યાએ સર્વરના પણ ઠેકાણા હોતા નથી. દરરોજ સર્વર ખોટકાય જવાની ઘટના બનતી રહે છે ત્યારે રાશન કાર્ડ ધારકો અને દુકાનદારો વચ્ચે ઝઘડા પણ થાય છે. ત્યા આ તમામ સમસ્યાનો સરકાર ઉકેલ લાવે તેવી માંગ સાથે સરકાર સામે દુકાનદારોએ બાંયો ચઢાવી હતી.

અમરેલીમાં દિવાળીના તહેવારો પર જ સસ્તા અનાજની દુકાનો બંધ થઇ ગઇ છે. અમરેલી જિલ્લાના 572 જેટલા દુકાનદારો પણ હડતાળમાં જોડાયા હતા. દુકાનદારો ની પડતર માંગણીઓ નહી સંતોષાતાં આખરે હડતાળ પર ઉતર્યા હતા. જિલ્લાના દુકાનદારો હડતાલ પર ઉતરતા આંગણવાડી અને મધ્યાહન ભોજન કેન્દ્રો પર અસર પડી શકે છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સસ્તા અનાજના દુકાનદારો હડતાળ પર ઉતર્યા હતા. અનાજનો જથ્થો સમયસર અને પૂરતો આપવો, રૂપિયા ૨૦૦૦૦ કમિશન ખાતામાં સમયસર જમા કરવું. ફિંગરપ્રિન્ટ નહિ આવતા રેશનકાર્ડ ધારકો સાથે ઘર્ષણ ન થાય તે માટે સર્વરની ખામી દૂર થાય સહિતની માંગો પુરી ન થતા આજથી હડતાળમાં જોડાયા હતા. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારની અંદાજે ૧૫૦ થી વધુ અને જિલ્લાની ૫૦૦ થી વધુ સસ્તા અનાજની દુકાનદારો હડતાળમાં જોડાયા  હતા. સસ્તા અનાજની ૫૩૬ દુકાનો આજથી બંધ રહેશે. સસ્તા અનાજની દુકાનદારોની હડતાળને પગલે રેશનકાર્ડ ધારકોને દિવાળી ટાણે જ અનાજ નહિ મળતાં રોષ ફેલાયો હતો.

રાજકોટ જિલ્લાની જેતપુર તાલુકા ની તમામ સસ્તા અનાજની દુકાનના માલિકો હડતાલમા જોડાયા હતા. જેતપુરની 75 જેટલી સસ્તા અનાજની દુકાનોના માલિક પડતર માંગણીને લઈ હડતાલ ઉપર ઉતર્યા છે. 20 હજાર પગારની માંગણી સાથે જેતપુરના 75 સસ્તા અનાજની દુકાનોના માલિકો હડતાલ ઉપર ઉતર્યા હતા.

12:40 PM (IST)  •  01 Nov 2023

સસ્તા અનાજ દુકાનદારોને સરકારની ચેતવણી

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી  કુંવરજીભાઈ બાવળિયાએ સસ્તા અનાજ દુકાનદારોને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે વાજબી માંગ હશે તો જ સ્વીકારાશે. દિવાળીના તહેવારમાં કાર્ડધારકોને મુશ્કેલી પડશે નહીં. દરેક દુકાનો પર અનાજનો પુરતો જથ્થો છે. ઓક્ટોબર મહિનામાં રાબેતા મુજબ અનાજનું વિતરણ થયું છે. નવેમ્બર મહિનાના વિતરણનું આગોતરૂ આયોજન છે. દુકાનદારો અમારા પરિવારના સભ્ય સમાન છે. દુકાનદારોની જે પણ માંગ હશે તેની ચર્ચા કરીશું. ઘટતી કમિશનની રકમ આપી દેવામાં આવી છે. કોઈને ગેરસમજણ હશે તો તેને દૂર કરાશે. દુકાનદારોની વાજબી વાતને સરકાર ખુલ્લા મને સ્વીકારશે. સમાધાન થયુ ત્યારે 300 કાર્ડની જ વાત થઈ હતી. કાર્ડની સંખ્યામાં કોઈપણ સુધારો વધારો થયો નથી. દુકાનદારો સાથે સરકાર બેસવા માટે તૈયાર છે. વાજબી માંગો હશે તે સ્વીકારવામાં આવશે. સરકારને દબાવવાનો પ્રયાસ થશે તો વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર છે. ગરીબોને અનાજ મળે તે માટે સરકાર કટિબદ્ધ છે. વૈકલ્પિક વ્યવસ્થા માટે અમે બેઠક પણ કરી લીધી છે.

12:14 PM (IST)  •  01 Nov 2023

હડતાળને લઈને સરકારની સ્પષ્ટતા 

સસ્તા અનાજની દુકાનદારોની હડતાળને લઈને સરકારે સ્પષ્ટતા કરી હતી. 30 સપ્ટેમ્બરે સરકાર, દુકાનદાર એસો.ની બેઠક મળી હતી. 300થી ઓછા કાર્ડ હોય તો 20 હજારમાં ઘટતી રકમ ચૂકવવાનો નિર્ણય કરાયો હતો.ઘટતી તફાવતના 3.44 કરોડ ચૂકવાયા હોવાનો સરકારે દાવો કર્યો હતો. તહેવારોમાં દુકાનધારકોને હડતાળ ન કરવા સરકારે અનુરોધ કર્યો હતો. 

11:50 AM (IST)  •  01 Nov 2023

સસ્તા અનાજની દુકાનદારો ધારકોની હડતાળ સામે સરકાર એક્શનમાં

સસ્તા અનાજની દુકાનદારો ધારકોની હડતાળ સામે સરકાર એક્શનમાં આવી છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ બેઠક યોજી હતી. અન્ન અને નાગરિક પુરવઠા નિગમના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં થયેલી ચર્ચા મુજબ સરકાર દુકાન ધારકો સામે નમતું જોખવા તૈયાર નથી.  સરકારે નવેમ્બર મહિનામાં દુકાનો શરૂ રાખવા અપીલ કરી હતી. હડતાળ પૂર્ણ કરી દુકાનો ચાલુ રાખે તેવી અપીલ કરવામાં આવી રહી છે

11:43 AM (IST)  •  01 Nov 2023

ભાવનગર જિલ્લામાં રાશનના દુકાનદારો પણ હડતાળમાં જોડાયા

ભાવનગર જિલ્લામાં રાશનના દુકાનદારો પણ હડતાળમાં જોડાયા હતા. હડતાળ શરૂ થતા સામાન્ય પરિવારોને સસ્તા ભાવે અનાજનો પુરવઠો મળશે નહીં.ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ ૭૦૦ રાશનની દુકાનો આવેલી છે.

11:14 AM (IST)  •  01 Nov 2023

અમદાવાદ શહેરમાં 800થી વધારે વ્યાજબી ભાવની દુકાનો બંધ

હડતાલમાં રાજ્યની 17000 જેટલી દુકાનો જોડાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં 800થી વધારે વ્યાજબી ભાવની દુકાનો બંધ હોવાનો એસોસિએશનનો દાવો છે. અનાજના સપ્લાય, સર્વરમાં ખામી અને કમિશન વધારવા જેવી બાબતોને લઈને હડતાળ પર ઉતર્યા છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget