શોધખોળ કરો
Advertisement
પાક વીમા કંપનીઓના ઠાગાઠૈયા સામે ખેડૂતોએ ગુજરાત હાઈકોર્ટમાં કરી અરજી
સુરેંદ્રનગર જિલ્લાના લખતર તાલુકાના અઢી હજાર જેટલા ખેડૂતોએ હાઈકોર્ટમાં અરજી કરી છે.
અમદાવાદ: પાક વીમા કંપનીઓના ઠાગાઠૈયા સામે ખેડૂતોએ ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. સુરેંદ્રનગર જિલ્લાના લખતર તાલુકાના અઢી હજાર જેટલા ખેડૂતોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. પ્રિમિયમની વસુલાત બાદ પણ વિમા કંપનીઓ વળતર ચૂકવતી ન હોવાનો આરોપ લગાવ્યો છે.
ખેડૂતોની અરજીને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે રાજય સરકાર,વીમા કંપનીઓ સહિત અન્ય પક્ષકારને નોટિસ ફટકારી છે. ખેડૂતોને પડી રહેલી હાલાકી મુદ્દે તમામ પક્ષકાર પાસે કોર્ટે જવાબ માંગ્યો છે. 15 જાન્યુઆરી સુધીમાં કોર્ટમાં ખુલાસો કરવાના નિર્દેશ આપ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement