શોધખોળ કરો
Advertisement
અરવલ્લીમાં ભારે વરસાદના કારણે પાક નિષ્ફળ જતાં ખેડૂતનો આપઘાત, જાણો વિગત
મોડાસાના દધાલિયા-ઉમેદપુર ગામના જંયતિભાઈ પટેલ નામના ખેડૂતે અતિવૃષ્ટિના કારણે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. ખેડૂતે દવા પીને આપઘાત કરી લેતાં પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યું હતું.
હાલ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે અરવલ્લીમાં પણ છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા જેને કારણે ખેડૂતોના પાકને ભારે નુકશાન પહોંચ્યું છે જોકે મોડાસાના દધાલિયા-ઉમેદપુર ગામના ખેડૂતે અતિવૃષ્ટિને કારણે આપઘાત કર્યો હતો.
મોડાસાના દધાલિયા-ઉમેદપુર ગામના જંયતિભાઈ પટેલ નામના ખેડૂતે અતિવૃષ્ટિના કારણે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. ત્રણ વિઘા જમીનમાં કપાસ અને મગફળીનું વાવેતર નિષ્ફળ જતાં ખેડૂતે આપઘાત કર્યો હતો.
આપઘાત કરનાર ખેડૂતના મૃતદેહને પીએમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. ખેડૂત જંયતિભાઈ પટેલે દવા પીને આપઘાત કરી લેતાં પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રાઇમ
ટેકનોલોજી
Advertisement