શોધખોળ કરો

Aravalli: બાયડ પંથકમાં જળબંબાકારથી ખેતરો ફેરવાયા બેટમાં, જુઓ આકાશી નજારો

અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદથી ખેતરો જળબંબાકાર થયા છે.  મોડાસા -શામળાજી હાઈવે પરના ખેતરોમાં પાણી ભરાયા છે.  જ્યાં જુઓ ત્યાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે.

અરવલ્લી:  અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદથી ખેતરો જળબંબાકાર થયા છે.  મોડાસા -શામળાજી હાઈવે પરના ખેતરોમાં પાણી ભરાયા છે.  જ્યાં જુઓ ત્યાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે.  મગફળી,સોયાબીનનો પાક પાણીમાં ગરકાવ થયો છે.  ધોધમાર વરસાદના કારણે ખેડૂતોને મોટાપાયે નુકશાનની ભીતિ છે. 

અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.  બાયડ પંથકમાં ગઈ કાલે ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો.ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. ખેતરમાં પાણી ભરાયા હોય તેનો ડ્રોન વિડીયો સામે આવ્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું છે. ખેતરો જળબંબાકાર થયા છે. 

અરવલ્લી જિલ્લાના છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા સામે  આવ્યા છે.  સૌથી વધુ મોડાસામાં સાડા પાંચ ઇંચ, ધનસુરામાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે.  બાયડ અને માલપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.  મેઘરજમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે.   

સાંબરકાંઠાના ઇડરમાં જળબંબાકાર, સૌથી વધુ 5 ઇંચ વરસાદ

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ એક ઇંચથી વધુથી વરસાદ વરસ્યો છે. સાંબરકાંઠાના ઇડરમાં સૌથી વધુ ૫.૮૪ ઇંચ વરસાદ તથા રાજ્યના ૬ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના અન્ય ૧૪૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૧ જુલાઇ ૨૦૨૩ના રોજ સવારે ૬ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૨૨.૦૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૬૪.૮૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૦.૬૦ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૩૪.૫૨ ટકા, પૂર્વ ગુજરાતમાં ૩૩.૯૨ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં ૧૩૯ મિ.મી., મોડાસામાં ૧૩૫ મિ.મી., લુણાવાડામાં ૧૨૯ મિ.મી., વીરપુરમાં ૧૨૭ મિ.મી., સંતરામપુરમાં ૧૨૨ મિ.મી. આમ કુલ ૬ તાલુકાઓમાં ૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે ઉપલેટા તાલુકામાં ૧૧૮ મિ.મી., ધનસુરામાં ૧૧૬ મિ.મી., વિસાવદરમાં ૧૦૮ મિ.મી., દાંતામાં ૧૦૪ મિ.મી., વિસનગરમાં ૧૦૨ મિ.મી., ડોલવણમાં ૧૦૧ આમ કુલ ૧૨ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

જયારે વિજાપુર અને પ્રાંતિજ તાલુકામાં ૯૯ મિ.મી., ખેરાલુમાં ૯૮ મિ.મી., વઘઈમાં ૯૦ મિ.મી., ઉમરપાડા અને હિંમતનગરમાં ૮૭ મિ.મી., ચીખલી અને બાયડમાં ૮૫ મિ.મી., માળીયાહાટીનામાં ૮૪ મિ.મી., માલપુરમાં ૮૨ મિ.મી., વાંસદામાં ૭૬ મિ.મી., ખેરગામમાં ૭૪ મિ.મી. આમ કુલ ૨૪ તાલુકાઓમાં ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત સંખેડામાં ૭૦ મિ.મી., ગણદેવીમાં ૬૮ મિ.મી., કેશોદમાં ૬૭ મિ.મી., ઊંઝામાં ૬૬ મિ.મી., શહેરામાં ૬૫ મિ.મી., જાંબુઘોડામાં ૬૧ મિ.મી., ડાંગ (આહવા) અને કડાણામાં ૬૦ મિ.મી., મેંદરડામાં ૫૯ મિ.મી., મેઘરજ અને ખેડબ્રહ્મામાં ૫૭ મિ.મી., નવસારી, સાંજેલી અને વિજયનગરમાં ૫૫ મિ.મી., મહુવામાં ૫૩ મિ.મી., છોટાઉદેપુર, વડનગર અને માણસામાં ૫૨ મિ.મી., ખાનપુર અને ક્વાંટમાં ૫૧ મિ.મી., જ્યારે નડિયાદ અને જેતપુર પાવીમાં ૫૦ મિ.મી., એટલે કે, કુલ ૪૬ તાલુકાઓમાં ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના ૧૪૭ જેટલા તાલુકાઓમાં બે ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget