શોધખોળ કરો

ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ 3 દિવસ રહેશે બંધ, જાણો કારણ 

ખરાબ વાતાવરણના કારણે ગુરુવારથી ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ બંધ કરવામાં આવી છે. રાજયમાં વરસાદ ફરી શરૂ થવાનો છે. જેને લઇને દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.

દેવભૂમિ દ્વારકા:  ખરાબ વાતાવરણના કારણે ગુરુવારથી ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ બંધ કરવામાં આવી છે. રાજયમાં વરસાદ ફરી શરૂ થવાનો છે. જેને લઇને દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. આ સાથે દ્વારકામાં ભારે પવન જોવા મળી રહ્યો છે. યાત્રીકોને ધ્યાનમાં રાખીને ઓખા-બેટ દ્વારકા વચ્ચે ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે.યાત્રિકોની સલામતીને ધ્યાન રાખી નિર્ણય લેવામાં આવ્યો છે.

હવામાન વિભાગની આગાહીને ધ્યાને લઈને યાત્રાધામ બેટ દ્વારકા જતી ફેરી સર્વિસ 3 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વરસાદી માહોલના કારણે યાત્રિકોની સલામતી માટે લેવાયો નિર્ણય. ગુજરાત મેરી ટાઇમ બોર્ડે આ નિર્ણય કર્યો છે. 

ભારે વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે.  આ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના મતે આજથી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ વરસશે. તેમાં પણ કચ્છ, બનસકાંઠા અને સાબરકાંઠામાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. આ સાથે જ પાટણ, મહેસાણા,ગાંધીનગર, અરવલ્લી,સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.  સૌરાષ્ટ્રમાં જામનગર,રાજકોટ,બોટાદમાં ભારે વરસાદ વરસશે.

અમદાવાદ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, મોરબી, પોરબંદર, આણંદ, વલસાડ વરસાદની આગાહી છે. જો કે 26 જુલાઈથી વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 60 ટકા વરસાદ નોંધાયો છે. 

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ યથાવત 

હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ યથાવત છે. રાજકોટના ગોંડલ નેશનલ હાઈવે પર ધોધમાર વરસાદ વરસ્યો છે. બિલિયાળા, ભુણાવા સહિતના ગ્રામ્ય વિસ્તારોના સીમ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. 

બનાસકાંઠા જિલ્લામાં વરસાદ

બનાસકાંઠાના પાલનપુર પંથકના કેટલાક ગામોમાં ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ પડવાનો શરૂ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં સીઝનનો  37 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હજુ પણ સારો વરસાદ પડે તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે. જેના કારણે જળાશયો ભરાય અને ઉનાળામાં કે શિયાળામાં સિંચાઈના પાણી માટે વલખા ન મારવા પડે. બનાસકાંઠામાં સિઝનનો અત્યાર સુધી 37 ટકા જ વરસાદ વરસ્યો છે. જેમાં  અમીરગઢ તાલુકામાં 37.69 ટકા, ભાભરમાં 48.16 ટકા, દાંતામાં 45.61 ટકા, દાંતીવાડામાં 40.39 ટકા, ડિસામાં 40.13 ટકા, દિયોદરમાં  58.17 ટકા, ધાનેરામા માત્ર 12.68 ટકા વરસાદ વરસ્યો છે.  કાંકરેજમાં 35.56 ટકા, લાખણીમાં 18.55 ટકા, પાલનપુરમાં 34.48 ટકા, પાલનપુરમાં 34.48 ટકા સુઈગામમાં 53.79 ટકા, થરાદમાં 29.36 ટકા, વડગામમાં 47.70 ટકા, વાવમાં 25.97 ટકા વરસાદ વરસ્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Embed widget