(Source: ECI/ABP News/ABP Majha)
Navsari: ચીખલી પાસે કાવેરી નદીમાં ઘોડાપૂર, મંદિર પાણીમાં થયુ ગરકાવ
નવસારીના ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા
નવસારીના ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. કાવેરી નદી કાંઠે આવેલ તડકેશ્વર મંદિર પાણીમાં ગરકાવ થયું હતું. કાવેરી નદી કાંઠાના 18 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. કાવેરી નદીની જળસપાટી સામાન્ય કરતા બે ફૂટ વધુ છે. કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ છે. ચીખલી-ગોલવાડને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો.
દક્ષિણ ગુજરાતના નવસારી પંથકમાં આવેલી 3 મોટી નદીઓ બે કાંઠે વહી રહી છે. ચીખલી શહેરમાંથી પસાર થતી કાવેરી નદીના જળસ્તર વધ્યા છે. ચીખલીમાં કાવેરી નદીના કાંઠે આવેલું તડકેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે. નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે અને નદી પર બાંધવામાં આવેલો ચેકડેમ પણ ઓવરફ્લો થયો છે. નવસારીમાં રેડ એલર્ટ બીજી તરફ દરિયામાં ભરતીનો સમય થતાં પ્રશાસન દ્વારા 18 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. કાવેરી નદી પર આવેલ અનેક ચેકડેમ પાણીમાં ગરકાવ થયા હતા. લોકોને નદી કાંઠે ન જવા માટે પ્રશાસન દ્વારા સૂચના આપવામાં આવી છે.
ભાવનગરમાં પાણીમાંથી પસાર થતાં બાઈક ચાલક માટે જેસીબી બન્યું દેવદૂત
ભાવનગરના ગારીયાધારના ભમરીયા ગામની નદીમાં ઘોડાપૂર આવતા પરિવારના ચાર સભ્યો પ્રવાહમાં ફસાયા હતા. જેનો વીડિયો સામે આવ્યો છે. પરિવારના ચાર સભ્યો માટે જીસીબી દેવદૂત બનીને આવ્યું અને તમામનાં જીવ બચાવી લીધા હતા. ધસમસતા પાણીનાં પ્રવાહમાં બાઈક લઈને જઈ રહેલા પરિવારના ચાર સભ્યો વચ્ચોવચ ફસાયા હતા. ઉપરવાસ અને ભારે વરસાદના કારણે ભમરીયા અને માંડવી વચ્ચે આવેલા નદીના નાળા ઉપર વરસાદના પાણી ફરી વળ્યા હતા. જ્યાંથી પસાર થતી વખતે તણાવા લાગ્યા હતા, જોકે જેસીબીની મદદથી બચાવી લેવાયા હતા.
રાજ્યમાં ભારે વરસાદથી 8 લોકોનાં મોત
ભારે વરસાદથી 106 રસ્તાઓ બંધ
રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક રસ્તાઓ બંધ છે. પંચાયત વિભાગના 106 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. સૌથી વધુ તાપી જિલ્લામાં 57 રસ્તાઓ બંધ છે, જ્યારે નવસારી જિલ્લામાં 22 રસ્તાઓ બંધ છે. સુરત જિલ્લામાં 17 રસ્તાઓ, વલસાડ જિલ્લામાં 7 રસ્તાઓ બંધ છે. ઉપરાંત કચ્છ,બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પંચાયત વિભાગના 1 - 1 રસ્તાઓ વરસાદના પગલે બંધ છે