શોધખોળ કરો
સુપ્રીમ કોર્ટના આદેશના પગલે ગુજરાતના ક્યા દિગ્ગજ રાજકારણીઓ પર તવાઈ ? જાણો શું થશે અસર ?
SCના આદેશ બાદ HCના રજિસ્ટારે MLA અને MPના નામ જાહેર કર્યા છે.
![સુપ્રીમ કોર્ટના આદેશના પગલે ગુજરાતના ક્યા દિગ્ગજ રાજકારણીઓ પર તવાઈ ? જાણો શું થશે અસર ? Following the order of the Supreme Court, which veteran politicians of Gujarat were targeted? Know what will be the effect? સુપ્રીમ કોર્ટના આદેશના પગલે ગુજરાતના ક્યા દિગ્ગજ રાજકારણીઓ પર તવાઈ ? જાણો શું થશે અસર ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/03181431/supreme-court.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: ધારાસભ્યો અને સંસદ સભ્યોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. તમામ ધારાસભ્યો અને સાંસદો સામે થયેલા કેસ ઝડપી ચલાવવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. ધારાસભ્યો અને સાંસદોની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે તમામ ધારાસભ્યો અને સાંસદો સામે થયેલા કેસોને ઝડપી ચાલવવા આદેશ કર્યો છે.
રાજ્યની તમામ જિલ્લા કોર્ટોને ધ્યાનમાં રાખી હાઈકોર્ટેના રજીસ્ટ્રાર જનરલે લિસ્ટ જાહેર કર્યું છે. ક્રિમિનલ કેસ ચાલતા હોવાના લિસ્ટમાં ધારાસભ્યો અને સાંસદો સામે 92 કેસ હોવાનો ખુલાસો થયો છે. 50થી વધુ ધારાસભ્યો અને સાંસદોનો લિસ્ટમાં નામ સાથે સમાવેશ થયો છે.
SCના આદેશ બાદ HCના રજિસ્ટારે MLA અને MPના નામ જાહેર કર્યા છે. HCએ તમામ જિલ્લા કોર્ટને કેસ ઝડપી ચલાવવા આદેશ કર્યો છે. ક્રિમિનલ કેસ ધરાવતા નેતાઓની મુશ્કેલીઓ વધી શકે છે. ધારાસભ્યો અને સાંસદો સામે કેસ ઝડપી ચલાવવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે આ રિટમાં આપેલા આદેશાનુસાર હાઇકોર્ટે આજે તેના તાબાની અદાલતો માટે એક પરિપત્ર જારી કર્યો છે. જેમાં વર્તમાન તેમજ પૂર્વ સાંસદ-ધારાસભ્યો વિરૂદ્ધના પેન્ડીંદ કોર્ટ કેસોની રોજીંદા ધોરણે સુનાવણી હાથ ધરી તેનો સત્વરે નિકાલ કરવાનો આદેશ અપાયો છે. ટ
ગુજરાતમાં ધારાસભ્યો અને સાંસદો સામેના 92 ક્રિમીનલ કેસો કોર્ટમાં પેન્ડિંગ છે. જેમાં સૌથી વધુ પાંચ કેસ ઝગડીયાના ધારાસભ્ય છોટુ વસાવા સામે છે. ત્યારબાદ ચાર કેસ તાલાળાના ધારાસભ્ય ભગા બારડ અને કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા સામે છે.
ગુજરાતના કયા કયા નેતાઓ સામેના કેસો ચાલશે ?
વર્તમાન સાંસદો
રાજેશ ચુડાસમા ( જૂનાગઢ), રાહુલ ગાંધી (વાયનાડ - કેરળ)
પૂર્વ સાંસદ
દિલીપભાઇ મણિભાઇ પટેલ (આણંદ), દેવજી ફતેહપુરા (સુરેન્દ્રનગર), દીનુ બોઘા સોલંકી (જૂનાગઢ), કિશન વેસ્તાભાઇ પટેલ (વલસાડ)
પૂર્વ ધારાસભ્ય
નલિન કોટડિયા(ધારી), જયંત બોસ્કી (આણંદ), અલ્પેશ ઠાકોર (રાધનપુર), ગોવા રબારી (ડીસા), મહંત મહેશગિરી ગુરૂ અમૃતગિરિ (ભાવનગર), કનુભાઇ કળસરિયા (મહુવા), મહેશ ભુરિયા (ઝાલોદ), અમિત ચૌધરી (માણસા), મેરામમ ગોરિયા (ખંભાળિયા), રાઘવજી પટેલ (જામનગર), છબીલ પટેલ (અબડાસા), કાંતિ અમૃતિયા (મોરબી), મહેન્દ્રસિંહ બારિયા (હિંમતનગર), શંકરભાઇ વેગડ (સુરેન્દ્રનગર)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)