પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ, રસ્તા પર વાહન લઇને નીકળતા પહેલા, આ નિયમનું કરો પાલન, નહિ તો ભરવો પડશે દંડ
ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં એક સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવી રહી છે. આગામી 6થી 15 માર્ચ સુધી ગુજરાતમાં ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં એક સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવી રહી છે. આગામી 6થી 15 માર્ચ સુધી ગુજરાતમાં ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં એક સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવી રહી છે. આગામી 6થી 15 માર્ચ સુધી ગુજરાતમાં ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.
આજથી એટલે કે 6 માર્ચથી આ સ્પેશિયલ ડ્રાઈવ યોજાઇ રહી છે. 6થી 15 માર્ચ સુધી ગુજરાતમાં ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન જો કોઈ આ નવા નિયમ પ્રમાણે ભંગ કરતા જોવા મળશે તો તેમને દંડ ફટકારવામાં આવશે. આ સમયે જોઈ કોઈ વાહન ચાલકે હેલ્મેટ વગર કે પછી કારમાં સીટ બેલ્ટ વગર હોય તો દંડ કરવામાં આવશે. આ મામલે રાજ્યના સ્ટેટ ટ્રાફિક બ્રિગેડના આઈજી પિયુષ પટેલે પરિપત્ર જાહેર કર્યો છે.
રાજ્યમાં હવે આગામી 6 માર્ચથી 15 માર્ચ સુધી હેલ્મેટ કે કારમાં સીટ બેલ્ટ વગર વાહન ચલાવવું વાહનચાલકને ભારે પડશે. આ માટે રાજ્યની સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં રોડ સેફ્ટીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં આ નવા નિયમોનો નિર્ણય લેવામાં આવ્યો છે જે આગામી 6થી 15 માર્ચ સુધી લાગુ રહેશે. પોલીસ મહાનિરીક્ષક પીયૂષ પટેલ એસ.ટી.બી. ગુજરાત રાજ્યએ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરાના પોલીસ કમિશનરને ઉદ્દેશીને હેલમેટના નિયમ ભંગ તથા સીટ બેલ્ટ ભંગના કેસ મામલે ડ્રાઈવ યોજવા યોજવા માટે કહેવામાં આવ્યું છે.
સ્પેશિયલ ડ્રાઈવમાં ખાસ કરીને ટ્રાફિક નિયમ ભંગ કરનાર સામે હેલ્મેટ કે કારમાં સીટ બેલ્ટ વિનાના વાહનચાલક માટે કરવા જણાવ્યું છે. જેમાં પીયૂષ પટેલે પરિપત્ર જાહેર કરીને નવ દિવસની ટ્રાફિક ડ્રાઇવના નામે નાગરિકોને ચુસ્ત રીતે કાયદાનું પાલન કરાવવા માટે રાજ્યના તમામ શહેરોના પોલીસ કમિશનરો, આઇજીપી અને જિલ્લાના વડાઓને સુચના આપવામાં આવી છે. અને જે આ સૂચનાનું પાલન ન કરે તેમને કડક દંડ કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. આ સાથે જ જિલ્લામાં રોજની કામગીરીની સમીક્ષા કર્યા બાદ તેનો અહેવાલ પણ આપવા માટે આ પરિપત્રમાં જણાવ્યું છે. ત્યારે હવે જો આ નવ દિવસોમાં તમે પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરો છો તો તમને દંડ ભરવો પડી શકે છે.
નોંધનીય છે કે, હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમોના નામે સામાન્ય નાગરિકો પાસે પોલીસ તોડ કરતી હોય છે. તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસને રોજના 40થી 50 મેમા વસુલવાનો ટાર્ગેટ આપવામા આવતો હોવાના કારણે પોલીસ અને પ્રજાના ઘર્ષણના બનાવો પણ છાશવારે સામે આવતા હોય છે. છતાં નિયમોના નામે સામાન્ય જનતા પાસેથી ઉઘાડી લુંટ ચલાવવામા આવે છે.