વિધાનસભા ચૂંટણી અગાઉ કોગ્રેસને વધુ એક ઝટકો લાગશે, કોગ્રેસના આ પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાશે
તાલુકાથી લઇ જિલ્લા સુધી અનેક હોદ્દાઓ પર તેમણે સેવા આપી. 2012માં ભાજપના કેબિનેટ મંત્રીને હરાવી વડગામ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા
પાલનપુરઃ વિધાનસભાની ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાતમાં કૉંગ્રેસને વધુ એક ઝટકો લાગશે. બનાસકાંઠાના વડગામના કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણીલાલ વાઘેલા ભાજપમાં જોડાશે. 24 એપ્રિલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં મણીલાલ વાઘેલા કેસરિયા કરશે.
થોડા દિવસ પહેલા જ મણીલાલ વાઘેલાએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતુ. અગાઉ પીએમ મોદી સાથે મુલાકાતની તસ્વીર પોસ્ટ કરતા જ મણીલાલ વાઘેલાની ભાજપમાં જોડાવવાની અટકળો શરૂ થઈ હતી. મણિલાલ છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તાલુકાથી લઇ જિલ્લા સુધી અનેક હોદ્દાઓ પર તેમણે સેવા આપી. 2012માં ભાજપના કેબિનેટ મંત્રીને હરાવી વડગામ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણીએ આ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરતા કોંગ્રેસે વડગામ બેઠકથી ઉમેદવાર ઉભો રાખ્યો નહોતો. ત્યારથી તેઓ નારાજ હતા.
ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર આવી વિવાદમાં
વિવાદિત કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ થઈ છે. વસ્ત્રાપુર પોલીસ મથકે ધમકી અને છેડતીની ફરિયાદ નોંધાઈ છે. વસ્ત્રાપુરમાં રહેતી મહિલાએ ફરિયાદ નોંધાવી છે. અગાઉ સેટેલાઈટમાં થયેલી ફરિયાદને લઇ ધમકી આપતા હોવાનો આક્ષેપ થયો છે. વસ્ત્રાપુર પોલીસે કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે, અમદાવાદની યુવતીએ કીર્તિ પટેલ સામે લોખંડની પાઈપથી માર માર્યો હોવાની ફરિયાદ સેટેલાઈટ પોલીસમાં નોંધાવી છે. હવે આ સમગ્ર મામલે પોલીસે કીર્તિ પટેલ તથા તેના બે સાથીદારો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં રાણીપ ખાતે રહેતા 27 વર્ષની યુવતી બ્યુટી પાર્લર ચલાવે છે અને તે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. 6 મહિના અગાઉ તે ઈન્સ્ટાગ્રામમાં તેના મિત્રો સાથે લાઈવ હતી. આ દરમિયાન ટિકટોકથી જાણીતી બનેલી સુરતની કીર્તિ પટેલે અચાનક આ યુવતી સાથે લાઈવ આવીને તેની માતાને ગાળો આપી હતી. આ મામલે તેણે અમદાવાદ સાયબર ક્રાઈમમાં કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.
RBIએ આપ્યો મહત્વનો નિર્દેશ, હવે બેંક ગ્રાહકોની મંજૂરી વિના ક્રેડિટ કાર્ડ ઈશ્યુ નહીં કરી શકે બેન્ક
Investment Tips: બેન્કમાં ફિક્સ ડિપોઝીટ મૂકી રહ્યાં છો, તો જાણો આ ખાસ બાબતો, થશે જબરદસ્ત લાભ
MI vs CSK: મેં રન નહીં બનાયેગા.... રોહિત શર્મા ઝીરો રન પર આઉટ થતાં લોકોએ મિમ્સ બનાવી ટ્રોલ કર્યો...