Gujarat Politics: કોંગ્રેસ છોડીને ભાજપમાં જનારા નેતાઓ પર કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે શું કર્યા પ્રહાર ? જાણો
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કોંગ્રેસ છોડીને જતાં લોકો પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું, જવાના કારણો મારા કરતાં મીડિયા સારી રીતે જાણે છે.
Gujarat Politics: લોકસભા 2024ની ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસ તૂટી રહી છે. કોંગ્રેસના નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. જેને લઈ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કોંગ્રેસ છોડીને જતાં લોકો પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું, જવાના કારણો મારા કરતાં મીડિયા સારી રીતે જાણે છે.
ત્રણ પ્રકારના લોકો કોંગ્રેસ છોડીને જાય છે : જગદીશ ઠાકોર
જગદીશ ઠાકોરે કહ્યું, કોંગ્રેસ છોડી ગયા પછી એક મહિના બાદ શું પરિણામ આવે છે તે પણ જોયું છે. બે થી ત્રણ પ્રકારના લોકો કોંગ્રેસ છોડીને જાય છે. એક જેનું આર્થિક પાસુ હોય, બીજું જેની સામે સરકારમાં ગુન્હાઓ દાખલ થયા હોય અને ત્રીજા લોકો એવું કે જેમણે રાજકીય બાર્ગેનિંગ કરવું પડતું હોય છે. જેના ખોળે આખી જિલ્લાની કોંગ્રેસ રહી હોય તેવા લોકો પણ કોંગ્રેસ પાર્ટીને દગો અને વિશ્વાસઘાત કરી જાય છે.
જે દિવસે ભાજપમાં રહેલો દાવાનળ ફૂટશે તે દિવસે ટાવરનો નટ અને બોલ્ટ શોધ્યો મળશે નહીઃ જગદીશ ઠાકોર
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે એમ પણ કહ્યું, કોંગ્રેસ છોડીને જનારા લોકોની ભારતીય જનતા પાર્ટીમાં કોઈ ઈચ્છા પૂરી થતી નથી, માત્ર ચૂંટણી પૂરતો જ ઉપયોગ કરવામાં આવે છે. ચૂંટણી પત્યા પછી જે લોકો ગયા છે તેમની શું દશા થાય છે તે પણ જોયું છે. ભાજપ પાસે એવું કોઈ નેતૃત્વ જ નથી કે જે ગુજરાત કે દેશને સાચવી શકે એટલે જ બીજા પક્ષોને ધાક ધમકી અને લાલચો આપી પોતે મજબૂત થવાનો દાવો કરે છે. જે દિવસે ભાજપમાં રહેલો દાવાનળ ફૂટશે તે દિવસે ટાવરનો નટ અને બોલ્ટ શોધ્યો મળશે નહીં તેવી વિગતો ભાજપમાંથી બહાર આવી રહી છે.
ડીસા અને ધાનેરા ખાતે આગેવાનો સાથે મુલાકાત કરી બિપોરજોય વાવાજોડા થી અસરગ્રસ્ત વિસ્તાર ને થયેલ નુકશાન અંગે ચર્ચા કરી માહિતી મેળવી pic.twitter.com/8ewBs9Orvh
— Jagdish Thakor (@jagdishthakormp) June 25, 2023
લોકસભા 2024 માટે ગુજરાત કોંગ્રેસ શરૂ કરી તૈયારી
આગામી 2024 લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં વધુમાં વધુ બેઠકો જીતવા માટે કોંગ્રેસે કવાયત હાથ ધરી દીધી છે. તાજેતરમાં જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા અધ્યક્ષ બનેલા શક્તિસિંહ ગોહિલે કાર્યકર્તાઓમાં નવો જોશ ભરવા માટે તૈયારીઓ આરંભી દીધી છે. માહિતી પ્રમાણે, આગામી દિવસોમાં રાજકોટમાં કોંગ્રેસ સેવાદળની શિબિર યોજાશે, આ દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રાજકોટમાં આવશે, પ્રદેશ કોંગ્રેસ સેવાદળના કાર્યકરો માટે ત્રણ દિવસનો વર્કશોપ પણ યોજાશે. જેમાં શક્તિસિંહ ગોહિલની સાથે કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઈ દેસાઈ પણ હાજર રહેશે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial