શોધખોળ કરો

Junagadh News: પૂર્વ મંત્રી જવાહાર ચાવડાએ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાને પત્ર લખી શું કર્યો કટાક્ષ? જાણો

મનસુખ માંડવિયાને કટાક્ષ કરતાં તેમણે લખ્યું છે, તમારા માટે આ વિસ્તાર સાવ નવો છે. આ વિસ્તારના પ્રશ્નોથી તમે તદન અજાણ હશો તે સ્વાભાવિક છે.

Latest Junagadh News: પૂર્વ મંત્રી જવાહાર ચાવડાએ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાને પત્ર લખ્યો છે.  જેમાં તેમણએ પોરબંદર અને જૂનાગઢ વિસ્તારના લોકોને મોટો અન્યાય થઈ રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. જવાહર ચાવડાના પત્ર મુજબ, તાલુકા, જીલ્લા, રાજ્ય કક્ષાએ રજૂઆત કરવા જતા અસહ્ય ટોલ ટેક્ષ ભરવો પડે છે. કેન્દ્ર સરકાર ઓરમાયુ વર્તન અને અન્યાય કરી રહી છે.  મનસુખ માંડવિયાને કટાક્ષ કરતાં તેમણે લખ્યું છે, તમારા માટે આ વિસ્તાર સાવ નવો છે. આ વિસ્તારના પ્રશ્નોથી તમે તદન અજાણ હશો તે સ્વાભાવિક છે.

જવાહર ચાવડાએ શું લખ્યું છે પત્રમાં

આપના માટે અમારો આ વિસ્તાર સાવ નવો જ છે એટલે સ્વાભવિક છે કે વિસ્તારના પ્રશ્નોથી તો આપ તદ્દન અજાણ જ હો. આથી જ આપને અમારા વિસ્તારની સમસ્યાઓથી માહીતગાર કરી સત્વરે વિસ્તારને થતા અન્યાય ને દુર કરવાની રજુઆત છે. આપને જાણીને આઘાત અને આશ્ચર્ય થશે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં માત્ર આપના જ મતક્ષેત્રના એટલે કે પોરબંદર અને જુનાગઢ લોકસભાના વિસ્તારના લોકો જ્યારે પોતાની રજુઆત તાલુકા, જીલ્લા કે રાજ્ય કક્ષાએ કરવા જાય ત્યારે સહુને અસહ્ય ટૉલટેક્ષ ભરવો પડે છે જે સરાસર અન્યાય છે. આપ પણ સંમત થશો કે સૌરાષ્ટ્રના અન્ય લોકસભા વિસ્તારના લોકો જેમ કે જામનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર અને સુરેન્દ્રનગર જીલ્લાના મતદારોને પોતાની રજુઆત તાલુકા, જીલ્લા કે રાજ્ય કક્ષાએ કરવા જતી વેળાએ આ ટોલટેક્ષનો માર પડતો નથી. દુઃખની વાત એ છે કે આ ઓરમાયુ વર્તન અને અન્યાય કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યુ છે અને આપ તો ત્યાંજ હોદા પર છો. આ સંજોગોમાં સમસ્યાનો હલ તુરંત કરવા આપ સમર્થ છો. હાલ સ્થાનિક લોકોમાં આ સમસ્યાને લઇને અત્યંત રોષ અને પીડા જોઇ ને આપનુ આ મુદ્દા પરત્વે ધ્યાન દોરવા પ્રેરાયો છુ.

Junagadh News: પૂર્વ મંત્રી જવાહાર ચાવડાએ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાને પત્ર લખી શું કર્યો કટાક્ષ? જાણો

પોરબંદરથી કોઇ અરજદાર રાજય મથકે રજુઆત કરવા જાય ત્યારે રુ, ૨૯૦/- ટોલ ટેક્ષ ભરવો પડે છે તેમજ વેરાવળથી કોઇ અરજદાર રાજ્ય મથકે રજુ આત કરવા જાય ત્યારે રુ. ૩૦૫ ટૉલટેક્ષ ભરવો પડે છે.

નોંધઃ હું તો આ તમામ ટોલ બુથ પર ટેક્ષ ભરીજ રહ્યો છું” અને ભરતો પણ રહીશ અને તેનો વાંધો પણ નથી કારણ કે હું ટોલટેક્ષ બચાવવા મારી કાર પર ભુતપૂર્વ મંત્રી કે ધારાસભ્ય લખતો નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત

આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ

Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું

Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ

2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર

અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'

Embed widget