Gandhinagar: રાજ્યમાં વધી રહ્યુ છે ઠંડીનું જોર, 12 શહેરોમાં 16 ડિગ્રીથી નીચે નોંધાયું તાપમાન
રાજ્યમાં ઠંડીનું જોર ધીમેધીમે વધી રહ્યું છે. રાજ્યના 12 શહેરોમાં 16 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું હતું
ગાંધીનગરઃ રાજ્યમાં ઠંડીનું જોર ધીમેધીમે વધી રહ્યું છે. રાજ્યના 12 શહેરોમાં 16 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું હતું. કચ્છનું નલિયા 10.1 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર રહ્યું હતું. તો ડીસામાં 13.9 ડિગ્રી તાપમાન નોંધાયું તો અમદાવાદમાં ઠંડીનો પારો 15.2 ડિગ્રી નોંધાયો હતો.
જો કે ડિસેમ્બરમાં અમદાવાદ શહેરમાં ઠંડીનો પારો 12 ડિગ્રીએ પહોંચી શકે છે. રાજ્યના અન્ય શહેરોમાં ગાંધીનગરમાં 13.3, વલ્લભવિદ્યાનગરમાં 14, કંડલામાં 13, કેશોદમાં 14.6, અમરેલીમાં 15, રાજકોટમાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું અને રાજ્યમાં ત્રણથી ચાર દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા છે.
Kutch: ભચાઉમાં નર્મદા કેનાલમાં 3 બાળકો ડૂબ્યા, ફાયરની ટીમ ઘટના સ્થળે
કચ્છ: ભચાઉના નવાગામ પાસે 3 બાળકો કેનાલમાં ડૂબ્યા છે. નર્મદા કેનાલમાં આજે સાંજે આ દુર્ઘટના ઘટી હતી. ફાયર બ્રિગેડની ટીમો દ્વારા કેનાલમાં શોધખોળ શરૂ કરવામાં આવી છે. ત્રણેય બાળકો પરપ્રાંતીય હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં લોકો નર્મદા કેનાલ ખાતે પહોંચી ગયા હતા.
પોરબંદરમાં ચૂંટણી બંદોબસ્તમાં રહેલા સેનાના જવાનો વચ્ચે ફાયરિંગ
ચૂંટણી બંદોબસ્તમાં આવેલ IRB ના જવાનો વચ્ચે ઘર્ષણ થયું છે. ઘર્ષણ બાદ ફાયરિંગમાં 2ના મોત થયા છે જ્યારે 2 ઇજાગ્રસ્ત થયા છે. નવી બંદર ખાતે સાયકલોન સેન્ટરમાં આ ઘટના બની હતી. ઇન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાનોના ઝઘડામાં ફાયરિંગ થયા હોવાનું અનુમાન છે. બે જવાનોના ઘટના સ્થળે જ મોત થતા અરેરાટી મચ ગઈ છે. બે ઇજાગ્રસ્તને પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો અને અન્ય જવાનો હોસ્પિટલ દોડી ગયા હતા. ક્યાં કારણે ઝઘડો થયો તે અંગે પોલીસે વધુ તાપસ હાથ ધરી છે.
આફતાબને 13 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો
શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ પૂનાવાલાને કોર્ટે 13 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. અગાઉ આફતાબને આંબેડકર હોસ્પિટલમાંથી લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં જ કોર્ટની ઉભી કરવામાં આવી હતી. અહીં જ આફતાબને રજૂ કરવામાં આવ્યો હતો. આ વાતની પુષ્ટિ કરતા સ્પેશિયલ સીપી લો એન્ડ ઓર્ડર સાગરપ્રીત હુડ્ડાએ કહ્યું કે દિલ્હી પોલીસે મેજિસ્ટ્રેટને આંબેડકર હોસ્પિટલમાં જ કોર્ટ ઉભી કરવાની વિનંતી કરી હતી.
દિલ્હી પોલીસની ટીમ પ્રી-નાર્કો ટેસ્ટ પ્રક્રિયા માટે આફતાબને આંબેડકર હોસ્પિટલમાં લઈ ગઈ હતી. દરમિયાન, તે શનિવારે, 26 નવેમ્બર 2022 ના રોજ કોર્ટમાં હાજર થયો હતો અને સુનાવણી પછી કોર્ટે આફતાબને 13 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો. હવે આફતાબનું નવું ઘર તિહાર જેલ હશે