GANDHINAGAR : ડિફેન્સ એક્સ્પો 2022 મોકૂફ, ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે
Defnace Expo 2022 : ડિફેન્સ એક્સ્પોની નવી તારીખ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.
GANDHINAGAR : આગામી માર્ચ મહિનામાં ગાંધીનગરમાં યોજાનારા ડિફેન્સ એક્સ્પો અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે.10 થી 14 માર્ચ સુધી યોજાનારા ડિફેન્સ એક્સ્પોને મોકૂફ રાખવામાં આવ્યો છે. ડિફેન્સ એક્સ્પોની નવી તારીખ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. આ અંગે સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ભારત ભૂષણ ભાનુએ જણાવ્યું છે કે સહભાગીઓ દ્વારા અનુભવાતી લોજિસ્ટિક્સ સમસ્યાઓને કારણે, 10મી માર્ચથી 14મી માર્ચ સુધી ગાંધીનગર, ગુજરાતમાં યોજાવાનો પ્રસ્તાવિત #DefExpo2022 મોકૂફ રાખવામાં આવ્યો છે. નવી તારીખો સમયસર જણાવવામાં આવશે.
Due to logistics problems being experienced by participants, the #DefExpo2022 proposed to be held in Gandhinagar, Gujarat from March 10th till March 14th is postponed. The new dates will be communicated in due course.
— A. Bharat Bhushan Babu (@SpokespersonMoD) March 4, 2022
ડિફેન્સ એક્સપોમાં ભારતીય સંરક્ષણ મંત્રાલય દેશની સૈન્ય શક્તિ પ્રણાલીનું પ્રદર્શન કરે છે. અન્ય દેશો અને સંરક્ષણ સામાન બનાવતી કંપનીઓ પણ આમાં ભાગ લે છે. સંરક્ષણ મંત્રાલય દર બે વર્ષે ડિફેન્સ એક્સપોનું આયોજન કરે છે. છેલ્લી વખત લખનૌમાં 5-9 ફેબ્રુઆરી, 2020 ના રોજ ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા દેશોએ ભાગ લીધો હતો અને 12 લાખથી વધુ લોકો તેને જોવા આવ્યા હતા.ગત ડિફેન્સ એક્સપોમાં 70 દેશોએ ભાગ લીધો હતો, જેમાં 40 દેશોના રક્ષા મંત્રીઓનો પણ સમાવેશ થાય છે.
કાર્યક્રમ યોજાવાનો હતો એના એક અઠવાડિયા પહેલા પહેલા કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવી રહ્યો છે. યુક્રેન પર રશિયન આક્રમણ અને કટોકટી ડિફેન્સ એક્સ્પો 2022 સ્થગિત કરવાનું કારણ હોઈ શકે છે. ડિફેન્સ એક્સ્પો 2022 દ્વારા, નરેન્દ્ર મોદી સરકાર આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા માટે કામ કરી રહી છે જેથી 2024 સુધીમાં 5 બિલિયન ડોલરની સંરક્ષણ નિકાસનું લક્ષ્ય હાંસલ કરી શકાય.