શોધખોળ કરો

Gandhinagar: હવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ કરાશે જ્ઞાન સહાયકની ભરતી, જાણો ક્યારથી કરી શકાશે અરજી?

Gandhinagar: સરકારી અને અનુદાનિત શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા પર જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

Gandhinagar:  પ્રાથમિક શાળાઓ બાદ હવે ગુજરાત સરકાર દ્ધારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે. સરકારી અને અનુદાનિત શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા પર જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી કરવામાં આવશે. નોંધનીય છે કે થોડા સમય પહેલા સરકારે પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી કરી હતી.

ગુજરાત સરકારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી માટે અરજીઓ મંગાવી છે. આગામી 8થી 12 ડિસેમ્બર સુધી ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારની મહત્તમ વયમર્યાદા 42 વર્ષ નક્કી કરવામાં આવી છે. 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી કરવા અરજી મંગાવવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓન લાઈન અરજી કરી શકશે.

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં "જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)" માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)"ની ભરતી કરવામાં આવશે. ઉપરોકત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે.

ઉમેદવારે ઓન-લાઈન અરજી http://gyansahayak.ssgujarat.org વેબસાઇટ પર જઈ કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલાં વેબસાઈટ પર આપેલી  જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને પગાર સંબંધિત સૂચનાઓ/માર્ગદર્શિકા વાંચવાની રહેશે. આ અરજીઓ રાજય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. આ રીતે મોકલેલી અરજીઓ માન્ય ગણાશે નહીં.

ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે રૂબરૂ બોલાવવામાં આવશે. તે દરમિયાન ઓન-લાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટો તેમજ ચકાસણી માટે ઓરિજનલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. ઓનલાઇન અરજી આઠ ડિસેમ્બર 2023થી કરી શકાશે. અરજી કરવાની છેલ્લી તારીખ 17 ડિસેમ્બર 2023 છે.

સુરતમાં પડતર પ્રશ્નો મામલે 2 હજાર શિક્ષકો 9મીએ પદયાત્રા કરશે. કલેક્ટર કચેરીએ મહાપંચાયત યોજાશે. બાદમાં પદયાત્રા અલગ અલગ ત્રણ રૂટથી​​​​​​​ જશે. આગામી નવમી ડિસેમ્બરના રોજ પદયાત્રા કરી શિક્ષકો વિરોધ નોંધાવશે.

પંચમહાલમાં 15 હજાર શિક્ષકો મહાપંચાયતમાં જોડાશે. ગોધરામાં 9 ડિસેમ્બરે જૂની પેન્શન મુદ્દે મહાપંચાયત યોજવામાં આવશે. 3 જિલ્લાના 15 હજાર શિક્ષકો મહાપંચાયતમાં સામેલ થશે. પંચમહાલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જણાવ્યું હતું કે દોઢ વર્ષ પહેલા ગુજરાતના મંત્રીઓની કમિટી સાથે થયેલા સમાધાનના હજી સુધી ઠરાવ ન થતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ફરીવાર પદયાત્રાથી મહાપંચાયત સુધીનો અનોખો આંદોલનનનો માર્ગ અપનાવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Embed widget