(Source: ECI/ABP News/ABP Majha)
Gandhinagar: જુના પહાડિયા બાદ દહેગામનું વધુ એક ગામ બારોબર વેચી મરાયુ, જમીનના દસ્તાવેજો અને લેટર ફરતા થયા
Gandhinagar News: રાજ્યની રાજધાની ગાંધીનગરમાંથી વધુ એક મોટા કૌભાંડનો ખુલાસો થયો છે. જમીન માફિયાઓ દ્વારા દહેગામનું વધુ એક બારોબર વેચી મારવાનો સિલસિલો યથાવત રહ્યો છે
Gandhinagar News: રાજ્યની રાજધાની ગાંધીનગરમાંથી વધુ એક મોટા કૌભાંડનો ખુલાસો થયો છે. જમીન માફિયાઓ દ્વારા દહેગામનું વધુ એક બારોબર વેચી મારવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ગઇકાલે વાત બહાર આવી હતી કે, 600ની વસ્તી ધરાવતું જૂના પહાડિયા નામનું આખે-આખું ગામ બારોબાર વેચાઈ ગયું છે, હવે કડીમાં દહેગામના કાલીપુરા ગામનું નામ પણ જોડાઇ ગયુ છે. કાલીપુરાના જમીન દસ્તાવેજોનો વીડિયો અને લેટર હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં 50 વર્ષ જુના 7 વિઘા ગામની 1.5 વિઘા જમીનનો દસ્તાવેજ થયો છે. આ અંગે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો છે અને મામલતદાર કચેરીમાં વાંધા અરજી પણ દાખલ કરી છે.
ગઇકાલે સમાચાર સામે આવ્યા હતા કે, ગાંધીનગરના દહેગામ તાલુકાના જુના પહાડિયા ગામને જમીન માફિયાઓ દ્વારા વેચી મારવામાં આવ્યુ હતુ, 600 લોકોની વસ્તી ધરાવતા ગામમાં જમીનો વેચાઇ અને દસ્તાવેજો પણ થઇ ગયા હતા. હવે આ આજે વધુ એક ગામનો રિપોર્ટ સામે આવ્યો છે. દહેગામના કાલીપુરા ગામનો પણ વેચાણ દસ્તાવેજ સામે આવ્યો છે. 50 વર્ષ જૂના 7 વીઘા ગામની 1.5 વીઘા જમીનનો દસ્તાવેજ થયો છે. આ દસ્તાવેજના લેટર અને વીડિયો સામે આવતા જ ગ્રામજનોએ દહેગામ મામલતદાર કચેરીમાં વાંધા અરજી કરી છે, અને હોબાળો મચાવ્યો છે. ખાસ વાત છે કે, મૂળ જમીન માલિકોના વારસદારોની જમીન જમીન માફિયાઓએ બારોબાર વેચી મારી છે. કાલીપુરા ગામ અંગે કહેવાય છે કે, કેટલાક લોકોએ વર્ષો પહેલા જમીન મેળવી આ ગામ વસાવ્યું હતું.
જુના પહાડિયા ગામને પણ વેચી મરાયુ -
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જૂના પહાડિયા ગામના બ્લોક સર્વે નંબર 142 (જૂનો સર્વે નંબર 6) હે.આરે. ચોરસ મીટર 1-45-97 વાળી જમીન 1982, 1987 તથા 2003ના વર્ષમાં સ્ટેમ્પ પેપર તથા સાદા લખાણથી બાનાખત કરીને તેમજ 50ના સ્ટેમ્પ પેપર ઉપર બાંહેધરી કરારથી હાલમાં વસવાટ કરતા અરજદારોએ વેચાણ રાખી હતી. આ સર્વે નંબર પર જ આખે આખું ગામ વસેલું છે. જે જૂના પહાડિયા તરીકે ઓળખાય છે. ગામમાં રહેતા રહીશોની મિલકતની આકારણી પણ કરવામાં આવી છે. ગામમાં પાણીનો બોર પણ ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવ્યો છે. તલાટી અને સરપંચ દ્વારા રહીશોને દાખલા પણ આપવામાં આવ્યા છે. મકાનોના વેરાઓ પણ ગ્રામજનો ભરી રહ્યાં છે. આ જગ્યા પર ઈન્દિરા આવાસ સહિતની વિવિધ યોજનાઓ હેઠળ મકાન પણ ફાળવવામાં આવ્યા હતા. ગામમાં આરસીસી રોડ પર બનાવવામાં આવ્યો છે.