કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીના 7 દિવસના રિમાન્ડ બોરસદ કોર્ટે મંજૂર કર્યા
બોરસદ કાઉન્સિલર હત્યાના પ્રયાસ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રવિ પૂજારીના 14 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. જેની સુનાવણીમાં બોરસદ કોર્ટે રવિ પૂજારીના 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
બોરસદ કાઉન્સિલર હત્યાના પ્રયાસ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રવિ પૂજારીના 14 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. જેની સુનાવણીમાં બોરસદ કોર્ટે રવિ પૂજારીના 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. ગુજરાતમાં 21 ગુનાનો આરોપી અને દેશ તથા દુનિયામાં પોતાના નામથી ખંડણીનુ નેટવર્ક ચલાવનાર ગેંગસ્ટર રવિ પુજારીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. ધરપકડ બાદ રવિ પૂજારીને બોરસદ કોર્ટમાં રજૂ કરી ક્રાઈમ બ્રાંચ 14 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. બોરસદની કોર્ટે આખરે 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.
સમગ્ર દેશનાં ટોચના બિઝનેસમેન અને જાણીતી ફિલ્મી હસ્તીઓ પાસેથી ખંડણી માંગનાર તેમજ માનવ તસ્કરી, ડ્રગ્સ તસ્કરી અને હત્યા જેવા અનેક ગુનામાં સંડોવાયેલા અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીને ગઇકાલે અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા ટ્રાન્સફર વોરન્ટના આધારે બેંગ્લોરથી ધરપકડ કરીને અમદાવાદમાં લાવવામાં આવ્યો છે.
રવિ પુજારી હાલ ક્રાઇમબ્રાંચની કસ્ટડીમાં છે ત્યારે આરોપીને ક્રાઇમબ્રાંચને થ્રીલેયર સુરક્ષાનું કવચ પુરુ પાડવામાં આવ્યુ છે. ક્રાઇમબ્રાંચના પીઆઇ હરિત વ્યાસના નેતૃત્વમાં ડોન રવિ પુજારીને અમદાવાદ પોલીસ સુરક્ષા સાથે લાવવામાં આવ્યો હતો. રવિ પુજારીની બોરસદના કાઉન્સિલર પર ફાયરિંગ અને ખંડણીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે..જે ગુનામાં પોલીસ આજે તેેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે.
ગેંગસ્ટર ડોન રવિ પુજારી વિરુદ્ધ ગુજરાતમાં બોરસદમાંથી ખંડણી માંગવી, આણંદના અરવિંદ પટેલને ધમકી આપવી, અમુલના MD આર.એસ સોઢીને ધમકી આપીને ખંડણી માંગવા જેવા અનેક કેસ નોંધાયેલા છે. રવિ પૂજારીને બોરસદના ફાયરીંગ કેસમાં બેંગ્લોરથી ધરપકડ કરીને ક્રાઇમબ્રાંચમાં લાવવામાં આવ્યો હતો. રવિ પૂજારીના ઇશારે તેના શુટરો અને સાગરીતોએ વર્ષ 2017 મા બોરસદના કાઉન્સિલર પર ફાયરીંગ કરવામાં આવ્યું હતું.
બોરસદના ગુનાની વાત કરીએ તો ક્રાઈમ બ્રાંચની ટીમ રિમાન્ડ મેળવ્યા બાદ અલગ અલગ મુદ્દે તપાસ થશે. જેમા ગુજરાતની રાજનિતીથી અંડરવર્લ્ડ ડોન નોં સંપર્ક કોણે અને કેવી રીતે કરાવ્યો. ઉપરાંત રૂપિયા કોણે લીધા કેવી રીતે રવી પુજારી સુધી પહોંચ્યા. હથિયાર કેવી રીતે લાવ્યા તે તમામ કડીઓ મેળવવા માટે ક્રાઈમ બ્રાંચ તેના રિમાન્ડમાં મેળવશે.