શોધખોળ કરો
ગોધરા ટ્રાફીક પોલીસનો સપાટો, ધ્વનિ પ્રદુષણ ફેલાવતા 21 બુલેટ કરાયા ડિટેઇન
ગોધરા શહેર ટ્રાફીક પોલીસ દ્વારા ધ્વનિ પ્રદુષણ ફેલાવતા 21 બુલેટ બાઈક ડિટેઇન કરવામાં આવ્યા છે.

પંચમહાલ: ગોધરા શહેર ટ્રાફીક પોલીસ દ્વારા ધ્વનિ પ્રદુષણ ફેલાવતા 21 બુલેટ બાઈક ડિટેઇન કરવામાં આવ્યા છે. ગોધરાના એડવોકેટ રમજાની જૂજારાએ એક માસ અગાઉ વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુને લેખિત રજુઆત કરી હતી. રાજ્યના વાહન વ્યવહાર મંત્રીએ અવાજ પ્રદુષણ ફેલાવતા બુલેટ બાઈક સામે કાર્યવાહી કરવા લેખિત ગૃહમંત્રીને રજુઆત કરી હતી. સરકારના આ આદેશ બાદ પોલીસ એક્શનમાં આવી છે. બુલેટમાં સાયલેન્સર બદલી ધ્વનિ પ્રદુષણ કરવામાં આવતું હતું. પોલીસે કડક કાર્યવાહી કરતા 21 બુલેટ ચાલકોને આરટીઓના મેમો આપ્યા છે.
વધુ વાંચો





















