![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gold Price: સોનાના ભાવમાં લાલચોળ તેજી, 63500 પર પહોંચી પીળી ધાતુ, જાણો શું છે કારણ
ઇઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલી યુદ્ધના કારણે ઇતિહાસમાં પહેલી વખત સોનાનો ભાવ 63500 પર પહોંચયો છે.
![Gold Price: સોનાના ભાવમાં લાલચોળ તેજી, 63500 પર પહોંચી પીળી ધાતુ, જાણો શું છે કારણ Gold Price Today: Gold price record high 63500 due to geo political tension Gold Price: સોનાના ભાવમાં લાલચોળ તેજી, 63500 પર પહોંચી પીળી ધાતુ, જાણો શું છે કારણ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/28/4ed79f80f6b9b6c17f01a90920d323b9169848206637776_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gold Price at Record High: દિવાળીનો તહેવાર નજીક છે. આવી સ્થિતિમાં, જો તમે સોનું અને ચાંદી ખરીદવા માંગો છો અથવા તમે સોનામાં રોકાણ કરવા માંગો છો, તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. જીઓ પોલિટિકલ ઇસ્યુ ના કારણે સોનામાં તેજી જોવા મળી છે. જીઓ પોલિટિકલ ઇસ્યુ ના કારણે સોનામાં તેજીનો માહોલ છે. ઇઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલી યુદ્ધના કારણે ઇતિહાસમાં પહેલી વખત સોનાનો ભાવ 63500 પર પહોંચયો છે.
21 દિવસમાં 10 ગ્રામ સોનાનો ભાવ 5000 રૂપિયા વધ્યો
રાજકોટમાં ઇઝરાયલ-હમાસ યુદ્ધને પગલે સોનાનો ભાવ આસમાને પહોંચ્યો છે. 24 કેરેટ સોનાનો ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યો. છે. 10 ગ્રામ સોનું 63500ના ભાવે પહોચ્યું છે. 21 દિવસમાં 10 ગ્રામ સોનું 5000 રૂપિયા મોંઘું થયું છે. એક વર્ષમાં સોનાના રોકાણમાં 20 ટકાથી વધુનું વળતર મળ્યું છે, દિવાળી ઉપર હજુ સોનું મોંઘુ થવાનો અંદાજ છે.
સોનાની શુદ્ધતા કેવી રીતે ઓળખવી
સોનાની શુદ્ધતા ઓળખવા માટે ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર સ્ટાન્ડર્ડાઈઝેશન દ્વારા હોલ માર્કસ આપવામાં આવે છે. 24 કેરેટ સોનાના દાગીના પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું છે. મોટેભાગે સોનું 22 કેરેટમાં વેચાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ નથી, અને કેરેટ જેટલું ઊંચું છે, તેટલું શુદ્ધ સોનું.
જાણો 22 અને 24 કેરેટ સોના વચ્ચેનો તફાવત
24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91 ટકા શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ છે, જ્વેલરી 24 કેરેટ સોનાથી બની શકતી નથી. તેથી મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
સરકારે 1 જુલાઈ, 2023થી સોનાના દાગીનાનું હોલમાર્કિંગ ફરજિયાત બનાવ્યું છે. આવી સ્થિતિમાં હવે કોઈપણ પ્રકારનું સોનું ખરીદતી વખતે તેના પર હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન (HUID) નંબર હોવો જરૂરી છે. હોલમાર્કિંગ દ્વારા એ જાણી શકાય છે કે સોનાની શુદ્ધતા શું છે. દરેક હોલમાર્કવાળી જ્વેલરીમાં 6 અંકનો HUID એટલે કે હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન ડિજિટ હોય છે. આ અંક દ્વારા, તમે BIS કેર એપ દ્વારા ઓનલાઈન સોનાની શુદ્ધતા ચકાસી શકો છો. BIS કેર એપ દ્વારા સોનાની શુદ્ધતા કેવી રીતે તપાસવી - જો તમે તમારા સોનાની શુદ્ધતા તપાસવા માંગતા હો, તો તમે તેને BIS કેર એપ્લિકેશન દ્વારા ચકાસી શકો છો. - આ માટે સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ અને એપ ડાઉનલોડ કરો. - અહીં તમે તમારી જરૂરિયાત મુજબ હિન્દી અથવા અંગ્રેજી ભાષા પસંદ કરી શકો છો. - આ પછી તમે ચેક લાયસન્સ વિગતોના વિકલ્પ પર જાઓ અને વેરીફાઈ એચયુઆઈડીનો વિકલ્પ પસંદ કરો. - આ પછી, અહીં HUID નંબર દાખલ કરો અને તમને થોડીવારમાં જ્વેલરી સંબંધિત તમામ વિગતો મળી જશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)