કોરોના મૃતકોના પરિજનોને સહાય માટેનું સરકારે જાહેર કર્યું ફોર્મ, જાણો કોને સોંપાઇ જવાબદારી?
અરજી મળ્યાના 30દિવસમાં કલેક્ટર તરફથી પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ કરવામાં આવ્યો છે. જો કે આ ફોર્મમાં આગ્રહ રાખવામાં આવ્યો છે કે મૃત્યુનું કારણ કોરોના હોવું જોઈએ
ગાંધીનગરઃ કોરોના મૃતકોના પરિજનોને સહાય આપવાને લઈ મહેસુલ વિભાગે નવો પરિપત્ર જાહેર કર્યો છે. જિલ્લા ક્લેક્ટરને સપોંઈ જવાબદારી, અરજી મળ્યાના 30 દિવસમાં પ્રક્રિયા પુર્ણ કરવા આદેશ સહાયની કામગીરી માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે કલેક્ટરને અધિકૃત કરવામાં આવ્યા છે. જે ફોર્મ છે તેમાં કોવિડ પોઝિટીવ આવ્યાની તારીખ તેમજ મૃત્યુની તારીખની માહિતી આપવાની રહેશે. તો જરૂરી દસ્તાવેજો પણ જોડવાના રહેશે.
અરજી મળ્યાના 30દિવસમાં કલેક્ટર તરફથી પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ કરવામાં આવ્યો છે. જો કે આ ફોર્મમાં આગ્રહ રાખવામાં આવ્યો છે કે મૃત્યુનું કારણ કોરોના હોવું જોઈએ. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મહેસુલ વિભાગે આ નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 36 કેસ નોંધાયા
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 36 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 44 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,770 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 4,10,463 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદમાં 1, અમદાવાદ કોર્પોરેશનમાં 8, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, જામનગર 2, જામનગર કોર્પોરેશન 1, કચ્છ 2, મહેસાણા 1, નર્મદા 1, રાજકોટ કોર્પોરેશન 2, સાબરકાંઠા 2, સુરત કોર્પોરેશન 4, વડોદરા કોર્પોરેશન 7 અને વલસાડમાં 4 કોરોનાના કેસ નોંધાયા છે.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 323 કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 319 નાગરિકો સ્ટેબલ છે. 8,16,770 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10091 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.