શોધખોળ કરો

મેના અંતમાં જાહેર થઈ શકે છે ગ્રામ પંચાયતની ચૂંટણી, રાજ્ય ચૂંટણી પંચે તૈયારી આરંભી

Gram Panchyat Election:મેના અંતમાં જાહેર થઈ શકે છે ગ્રામ પંચાયતની ચૂંટણી, રાજ્ય ચૂંટણી પંચે તૈયારી આરંભી

Gram Panchyat Election:ગ્રામ પંચાયતની ચૂંટણી  મે મહિનાના  અંતમાં જાહેર થઈ શકે છે. ગ્રામ પંચાયતને લઇને રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી દીધી છે.  પોલીસ, ચૂંટણી સ્ટાફ માટેનો ડેટાબેઝ આપવા માટે સૂચના અપાઈ છે.મતદાન મથકથી લઈ સ્ટ્રોંગરૂમ નક્કી કરવા જરૂરી સૂચના અપાઈ છે. ચૂંટણી અધિકારી-મદદનીશ ચૂંટણી અધિકારી, કાઉન્ટિંગ સ્ટાફને તાલીમનું આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, ગ્રામ પંચાયતોની ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે.

ગુજરાતમાં કેટલાય સમયથી અટકી પડેલી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. 15 જૂન પહેલા યોજાઈ શકે છે ગ્રામ પંચાયતોની ચૂંટણી. રાજ્યની 8400 જેટલી ગ્રામ પંચાયતોની  ચૂંટણી યોજાશે. રાજ્ય ચૂંટણીપંચ દ્વારા તમામ કલેક્ટરોને આદેશ અપાયો  છે. . વોર્ડ મુજબની ફોટા સાથેની મતદારયાદી તૈયાર કરવા આદેશ આપયો હતો.  પ્રાથમિક અનુમાન મુજબ 30 જૂન 2025 સુધીમાં જેની મુદત પૂર્ણ થાય છે તેવી સાત હજાર ગ્રામ પંચાયતો છે જેની ચૂંટણી યોજવામાં આવશે. રાજ્ય ચૂંટણી આયોગના સચિવે લખેલા પત્રમાં સ્પષ્ટ કહેવાયું કે 1 એપ્રિલ 2022થી લઈ 30 જૂન 2025 સુધી મુદત પૂર્ણ થતા ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર, પેટાચૂંટણી આગામી સમયમાં યોજવાની થાય છે. જેથી મતદાન મથકો મંજૂર કરવા અને તેની ચકાસણી કરી પ્રમાણપત્રો મેળવી લેવામાં આવે. કલેકટરને સંબોધીને લખાયેલા આ પત્રમાં ગ્રામ પંચાયતોના ચૂંટણી અધિકારી તરીકે નાયબ મામલતદારો, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારીઓ તેમજ ચૂંટણી કામગીરીના અનુભવી કર્મચારીની નિયુક્તિ કરવાની રહેશે. એપ્રિલના પ્રથમ સપ્તાહમાં શૈક્ષણિક કાર્ય બંધ હોવાથી આ દિવસોમાં ચૂંટણી થતા છેલ્લા અઢી વર્ષથી ચાલતા વહીવટદારી શાસનનો અંત આવશે.

નોંધનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. રાજ્યની 68 નગરપાલિકાઓમાંથી 62 પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો ભવ્ય વિજય થયો છે, જ્યારે કોંગ્રેસ માત્ર એક નગરપાલિકા જીતવામાં સફળ રહી છે. 68 નગરપાલિકાઓ પૈકી 62 પર ભાજપે સત્તા મેળવી, જ્યારે 66 પૈકીની 60 નગરપાલિકાઓ પર સ્પષ્ટ બહુમત પ્રાપ્ત કર્યો હતો.  ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢ મહાનગર પાલિકા સાથે કુલ 62 નગરપાલિકા પર જીત મેળવી છે. ત્રણેય તાલુકા પંચાયતમાં પણ ભાજપની જીત થઈ છે.  જ્યારે કોંગ્રેસના ખાતામાં માત્ર એક નગરપાલિકા આવી છે. જ્યારે પાંચ નગરપાલિકામાં અન્યની જીત થઈ છે.         

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

Embed widget