શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં અડીખમ ભાજપ ! ગ્રામિણ મતદારોએ પણ વિકાસની રાજનીતિ પર મહોર મારી
ભાજપે તાલુકા પંચાયતમાં 3236, જિલ્લા પંચાયતમાં 771 અને નગરપાલિકામાં 2027 બેઠકો મેળવી છે.
વિધાનસભાની પેટાચૂંટણી, મહાનગરપાલિકા બાદ પંચાયતોમાં ભાજપે સતત વિજય મેળવ્યો છે. રાજ્યમાં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાં કેસરિયો છવાયો છે. જયારે કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થયો છે. ભાજપે વિજયની હેટ્રિક નોંધાવી છે.
31 જિલ્લા પંચાયતો, 196 તાલુકા પંચાયતો, 75 નગર પાલિકાઓમાં ભાજપનો કેસરિયો લહેરાયો છે અને શહેરી મતદારોની જેમ ગ્રામિણ મતદારોએ પણ વિકાસની રાજનીતિ પર મહોર મારી છે.
ભાજપે તાલુકા પંચાયતમાં 3236, જિલ્લા પંચાયતમાં 771 અને નગરપાલિકામાં 2027 બેઠકો મેળવી છે. પાલિકા-પંચાયતોમાં પરિણામ બાદ ભાજપના નેતા-કાર્યકરોએ ગુલાલ ઉડાડી જીતનો જશ્ન મનાવ્યો હતો. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના નેતાઓએ મોં મીઠા કરી જીતને આવકારી હતી. ભાજપે મહાનગરપાલિકા, નગરપાલિકા,પંચાયતોમાં ડંકો વગાડી વર્ષ 2022માં જીત માટેનો માર્ગ મોકળો કરી દીધો છે.
ભાજપની આ ભવ્ય જીત બાદ પ્રધાનમંત્રીએ મોદીએ ટ્વિટ કરી જનતાનો આભાર વ્યક્ત કર્યો છે.
પીએમ મોદીએ ટ્વિટ કરી લખ્યું, ગુજરાતભરની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે- ગુજરાતની જનતા ભાજપના વિકાસ અને સુશાસનના એજન્ડાનું દ્રઢતાપૂર્વક સમર્થન કરે છે. ભાજપ પ્રત્યેની અવિરત શ્રદ્ધા અને સ્નેહ માટે હું ગુજરાતની જનતાને નમન કરું છું.
અન્ય એક ટ્વિટમાં પ્રધાનમંત્રી મોદીએ લખ્યું, શહેરી અને ગ્રામીણ ગુજરાતે સર્વાનુમતે સંદેશ આપ્યો છે. હું ગુજરાત સરકારના લોકાભિમુખ વહીવટની પ્રશંસા કરું છું અને ગુજરાત ભાજપના કાર્યકર્તાઓના ભગીરથ પ્રયત્નોની પ્રશંસા કરું છું. અમારી પાર્ટી ગુજરાતના વિકાસ અને પ્રત્યેક ગુજરાતીઓના સશક્તિકરણ માટે હંમેશાં કાર્યરત રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement