શોધખોળ કરો

Gujarat Andolan : OPSની માંગ સાથે કર્મચારીઓની વિધાનસભા તરફ કૂચ, પોલીસે કરી અટકાયત

ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે વિવિધ સંગઠન પહોંચ્યા છે. શિક્ષકો, વિસીએ અને GISFના લોકો સત્યાગ્રહ છાવણી પહોંચ્યા હતા. પોતાના પડતર પ્રશ્નોની માગણીઓ સાથે પહોંચ્યા વિરોધ કરી રહ્યા છે.

Gujarat Andolan : ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે વિવિધ સંગઠન પહોંચ્યા છે. શિક્ષકો, વિસીએ અને GISFના લોકો સત્યાગ્રહ છાવણી પહોંચ્યા હતા. પોતાના પડતર પ્રશ્નોની માગણીઓ સાથે પહોંચ્યા વિરોધ કરી રહ્યા છે. અહીંથી સરકારી કર્મચારીઓએ વિધાનસભા કૂચ તરફ શરૂ કરી છે. જોકે, પોલીસે તેમને અટકાવ્યા હતા અને તેમની અટકાયત કરવામાં આવી રહી છે. 

Gujarat Andolan : 12 કલાકમાં બે આંદોલનોનો આવ્યો અંત, જાણો સંપૂર્ણ વિગત

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા એસટી પછી વધુ એક આંદોલનનો સુખદ અંત આવ્યો છે. પૂર્વ સૈનિકોના આંદોલનનો અંત લાવવામાં સરકાર સફળ થઈ છે. માજી સૈનિકોના 14 મુદ્દાઓ પર કમિટીના ગઠન સાથે આંદોલનનો અંત આવ્યો છે. ગૃહ વિભાગના મુખ્ય અધિક સચિવના અધ્યક્ષ સ્થાને કમિટી બનાવવામાં આવી છે. આંદોલનના ચક્રવ્યૂહને તોડવામાં સરકારને સફળતા મળવાની શરૂઆત થઈ છે. 

ગુજરાતમાં 12 કલાકમાં બે આંદોલનનો અંત લાવવામાં ભૂપેન્દ્ર પટેલ સરકારને સફળતા મળી છે. આંદોલનોના કોઠા વિંધવામાં વિધાનસભાનું સત્ર શરૂ થાય તે પહેલા બે સફળતા મળી છે. માજી સૈનિકના 14 મુદ્દાઓ પર કમિટી બનાવવામાં આવી છે. સમય મર્દાયામાં કમિટી રિપોર્ટ ફાઇલ કરશે. પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. ગૃહ વિભાગના મુખ્ય અધિક સચિવના અધ્યક્ષ સ્થાને કમિટી બનાવવામાં આવી છે. જેમાં મહેસૂલ, સામાન્ય વહિવટ, નાણા અને ગૃહ વિભાગના સચિવોનો સમાવેશ થાય છે. 

Gujarat Andolan : સરકાર સાથે બેઠક પછી કયા આંદોલનનો આવ્યો સુખદ અંત, કયા પ્રશ્નોનું થયું નિરાકરણ?

સુરતઃ ગુજરાતમાં એસટી વિભાગ દ્વારા 22મી તારીખે હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. જોકે, એસટી બસોના પૈડા થંભી જાય તે પહેલા જ સરકાર એલર્ટ થઈ હતી અને આંદોલનકારીઓ સાથે વાટાઘાટો કરી હતી. આ વાટાઘાટો સફળ થતાં આંદોલનનો અંત આવ્યો છે. ST કર્મચારીઓનું આંદોલન સમેટાયું છે. એસ.ટી. નિગમના કર્મચારીઓના વર્ષો જૂના પડતર પ્રશ્નોનું સુખદ સમાધાન થયુ.

મંત્રી પુર્ણેશ મોદી સાથે ગઈ કાલે ST યુનિયન ની બેઠક થઈ હતી. બેઠકમાં સમસ્યા ઉકેલવામાં આવી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વાહનવ્યવહાર કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. એસ.ટી.ના માન્ય કર્મચારી યુનિયનોના આગેવાનોની ૨૫ વર્ષ જેટલા જૂના વિવિધ પડતર પ્રશ્નોની માંગણી સાથે બેઠક મળી હતી. 

સાત કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ બેઠકમાં ફાયનાન્સ વિભાગના શ્રી મિલીંદ તોરવણે, એસ.ટી.ના એમ.ડી. શ્રી એમ.એ.ગાંધી સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. મેરેથોન ચર્ચાના અંતે વિવિધ પડતર પ્રશ્નોનું સુખદ નિરાકરણ થતાં કર્મચારીઓમાં હર્ષની લાગણી ફેલાઈ છે.

સરકારે કેટલો પગાર વધારો કર્યો? બીજી કઈ માંગણી સ્વીકારી.

હેલ્પરના 14,800થી વધારીને 15,800 કરાયા.
આરસીએમાં 15 હજાર 16 હજાર કરાયા
ડ્રાઇવરના 16 હજારથી વધારીને 18,500 કરાયા.
કંડક્ટરના 16 હજારથી વધારીને 18,500 કરાયા.
ક્લાર્કના 16 હજારથી વધારીને 18,500 કરાયા.
જૂનિયર આસિસ્ટન્ટના 16 હજારથી વધારીને 18,500 કરાયા.
વર્ગ-3ના  સુપરવાઇઝરના 21માં વધારો કરી 23 હજાર કરાયા.
ડ્રાઇવર કમ કંડક્ટરની પોસ્ટ નાબૂદ
વર્ગ-4ના કર્મચારીઓનું બોનસ ચૂકવાશે
ઓનલાઇન બૂકિંગમાં ડ્રાઇવર-કંડક્ટરના નંબર નહીં અપાયા
2021-22ની હક્ક રજા અંગે પણ નિર્ણય લેવાયો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Bopal Fire Case: બોપલમાં લાગેલી આગને લઈને સૌથી મોટા સમાચાર, Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : ઑપરેશન ગંગાજળHun To Bolish : હું તો બોલીશ : અસલામતી કેમ?Ahmedabad Murder Case : અમદાવાદમાં પ્રિયાંશુ જૈનના હત્યારા વિરેન્દ્રસિંહના 11 દિવસના રિમાન્ડ મંજૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Box Office Collection: બોક્સ ઓફિસ પર 'ધ સાબરમતી રિપોર્ટ' ની ફિક્કી શરૂઆત, જાણો પ્રથમ દિવસનું કલેક્શન
Box Office Collection: બોક્સ ઓફિસ પર 'ધ સાબરમતી રિપોર્ટ' ની ફિક્કી શરૂઆત, જાણો પ્રથમ દિવસનું કલેક્શન
Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિતના ઘરે આવ્યા ખુશીના સમાચાર,પત્ની રિતિકાએ આપ્યો પુત્રને જન્મ
Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિતના ઘરે આવ્યા ખુશીના સમાચાર,પત્ની રિતિકાએ આપ્યો પુત્રને જન્મ
Tilak Varma Century:  દક્ષિણ આફ્રિકા સામે તિલકે સતત બીજી સદી ફટકારી, રોહિતનો રેકોર્ડ તોડ્યો
Tilak Varma Century: દક્ષિણ આફ્રિકા સામે તિલકે સતત બીજી સદી ફટકારી, રોહિતનો રેકોર્ડ તોડ્યો
Sanju Samson Century: સંજુ સેમસનની વિસ્ફોટક સદી, જોહાનિસબર્ગમાં તૂટ્યા અનેક રેકોર્ડ
Sanju Samson Century: સંજુ સેમસનની વિસ્ફોટક સદી, જોહાનિસબર્ગમાં તૂટ્યા અનેક રેકોર્ડ
Embed widget