(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ થયા શાંત
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થયા હતા. બીજી તરફ અમદાવાદમાં બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણીપંચની તૈયારીઓ ચાલી રહી છે
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થયા હતા. મળતી જાણકારી અનુસાર, ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થયા હતા. રાજ્યની 182માંથી 89 બેઠકો પર પ્રચાર પૂર્ણ થયો હતો. પ્રથમ તબક્કા માટે ઉમેદવારો હવે ફક્ત ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. પ્રથમ તબક્કાની સૌરાષ્ટ્રની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર મતદાન થશે. એક ડિસેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર મતદાન થશે.
બીજી તરફ અમદાવાદમાં બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણીપંચની તૈયારીઓ ચાલી રહી છે. શહેરની સરકારી શાળાઓમાં મતદાન બુથ તૈયાર કરવામાં આવ્યા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં બુથ ઉભા કરાયા છે. એક શાળામાં ચાર બુથ પ્રમાણે શહેરમાં 200થી વધુ શાળાઓનો સમાવેશ કરાયો છે. તો ચૂંટણીના આગળના દિવસથી ચૂંટણીપંચ શાળાઓ પોતાના હસ્તક કરશે.. હાલ ચૂંટણીના બુથ સાથે સ્લીપની વહેંચણી પ્રક્રિયા પણ અંતિમ તબક્કામાં છે. મતદારોના ઘર સુધી સ્લીપ પહોંચાડવાની પ્રક્રિયા 90 ટકા પૂર્ણ થઈ ગઈ છે.
અમરેલીમાં પરેશ ધાનાણીએ લીધા ભાજપના નેતાઓના આશીર્વાદ
કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અચાનક જ ભાજપ કાર્યાલય પહોચ્યા હતા. જ્યાં તેમણે દિલીપ સંઘાણી, પરશોત્તમ રૂપાલા અને ગોરધન ઝડફિયા સાથે ચાની ચુસ્કી લીધી હતી. પરેશ ધાનાણી અને તેના નાનાભાઈ શરદ ધાનાણી સાથે ભાજપ ચૂંટણી કાર્યાલય ખાતે પહોંચતા ઘડીભર માટે સન્નાટો છવાઈ ગયો હતો. પરેશ ધાનાણીએ ભાજપના દિગ્ગજ નેતાઓ પાસેથી આશીર્વાદ લીધા હતા. પરેશ ધાનાણીએ કહ્યું કે ભાજપના કાર્યાલયમાંરહેતા અને દિલ થી કોંગ્રેસ સાથે જોડાયેલા કાર્યકરો પણ મને આશીર્વાદ આપે.
જેતપુર તાલુકાના ભાજપ પ્રમુખનું હૃદય રોગના હુમલાથી નિધન
જેતપુર તાલુકાના ભાજપ પ્રમુખનું મોડી રાતે હૃદય રોગના હુમલાથી નિધન થયું છે. વીરપુર (જલારામ) ખાતે રહેતા વેલજીભાઈ સરવૈયા ખાંટ સમાજના અગ્રણી નેતા હતાં. તેઓ નશાબંધી અને આબકારી ખાતા તેમજ પછાત નિગમના ડિરેકટર પદે પણ રહી ચૂક્યા છે. ભાજપના ઉમેદવાર જયેશભાઇની ગતરાતે યોજાયેલ સભામાં કરેલું સંબોધન તેનું છેલ્લું સંબોધન બની ગયું. તાલુકા ભાજપના પ્રમુખના અકાળે નિધનથી આજે યોજાવાનો ભાજપનો રોડ શો રદ કરવામાં આવ્યો છે