Gujarat Assembly Election 2022: સાળંગપુર મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ ભાજપને મત આપવા કરી અપીલ
હરિદ્ધાર ખાતે યોજાયેલ કથામાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ શ્રોતા જનોને કમળને મત આપવા અપીલ કરી હતી.
ગાંધીનગરઃ સાળંગપુર હનુમાનજી મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ ભાજપને મત આપવા અપીલ કરી હતી. મળતી જાણકારી અનુસાર, સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી કમળને મત આપવા અપીલ કરી હતી. હરિદ્ધાર ખાતે યોજાયેલ કથામાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ શ્રોતા જનોને કમળને મત આપવા અપીલ કરી હતી.
વ્યાસપીઠ પર બેસી કથા કરતાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ કહ્યું હતું કે ચૂંટણીમાં કમળનું બટન દબાવજો.જ્યાં તેમણે લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી. સાથો સાથ લક્ષ્મીના હાથમાં રહેલા કમળનું બટન દબાવવાનું પણ કહ્યું હતું.હરિપ્રકાશ સ્વામીએ કહ્યું હતું કે મતદાન કરજો અને લક્ષ્મીના હાથમાં જે કમળ છે તે બટન દબાવજો.
ગ્યાસુદ્દીનશેખે ચૂંટણી કમિશ્નરને પત્ર લખ્યો, અસામાજિક તત્વો મતદારોને ધાકધમકી આપતા હોવાનો આરોપ
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા દરિયાપુર કૉંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખે ભાજપના ઉમેદવાર પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. ભાજપના ઉમેદવાર કૌશિક જૈન અસામાજિક તત્વો અને સાથે રાખીને મતદારોને ડરાવતા અને ધમકાવતા હોવાની ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. દરિયાપુર વિધાનસભાના ત્રણ ટર્મ ધારાસભ્ય રહેલા અને હાલના કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખએ ભાજપના ઉમેદવાર કૌશિક જૈન પર ગંભીર આરોપ લગાવ્યા છે.
રવિવારે દરિયાપુર વિસ્તારમાં પ્રચાર કરી રહેલી કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓને કેટલાક અસામાજિક તત્વોએ પ્રચાર ન કરવા માટે ધમકી આપી હતી અને તે બાદ આ કુખ્યાત બુટલેગરો અને દારૂના અડ્ડા સાથે જોડાયેલા અસામાજીક તત્વો સાથે ભાજપના ઉમેદવારે બેઠક કરી હોવાનો વિડિયો પણ શેખે જાહેર કર્યો છે. ગ્યાસુદ્દીન શેખે કૌશિક જૈન પર ત્યાં સુધી આક્ષેપ કર્યા કે ભૂતકાળમાં તત્કાલીન ગૃહ મંત્રી અમિત શાહે પણ આ જ વિસ્તારમાં અસામાજિક તત્વોના અડ્ડા ઉપર રેડ પડાવી હતી અને આ ચૂંટણીમાં અસામાજિક તત્વોની સાથે રાખીને ભાજપના ઉમેદવાર હિંદુ મતદારોને ડરાવી ધમકાવવાની કામગીરી કરી રહ્યા છે.
Gujarat election 2022: હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર સાથે ખાસ વાતચીત, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે એબીપી અસ્મિતા સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. જયરામ ઠાકુરે રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. કૉંગ્રેસની રણનીતિ રહી છે કે જ્યારે ચૂંટણી હોય ત્યારે રાહુલ ગાંધીને પ્રચારમાથી દૂર રાખવામાં આવે છે. જ્યારે ચૂંટણી હોય છે ત્યારે પાર્ટીનું નેતૃત્વ બધુ કામ છોડીને પાર્ટીની જીત માટે પ્રયાસ કરતું હોય છે.