શોધખોળ કરો

Gujarat BJP: લોકસભાની ચૂંટણી માટે ભાજપે આઠ નેતાઓને સોંપી જવાબદારી, જાણો ક્યા નેતાને ક્યા જિલ્લાની સોંપાઇ જવાબદારી?

Gujarat BJP: લોકસભા ચૂંટણી 2024ને લઇને ગુજરાત ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે

Gujarat BJP: લોકસભા ચૂંટણી 2024ને લઇને ગુજરાત ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આઠ દિગ્ગજ નેતાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાને 3 બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે.  પ્રદિપસિંહને વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. તે સિવાય અમિત ઠાકરને બનાસકાંઠા, કચ્છ, પાટણ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.

ઉપરાંત બાબુભાઈ જેબલીયાને મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર તો કે.સી.પટેલને ગાંધીનગર અને અમદાવાદની જવાબદારી સોંપવામાં આવી હતી. તે સિવાય નરહરિભાઈ અમીનને આણંદ, ખેડા, પંચમહાલ,દાહોદ તો જ્યોતિબેન પંડ્યાને સુરત, નવસારી,બારડોલી, વલસાડની જવાબદારી સોંપવામાં આવી હતી. ભૂપેન્દ્ર ચુડાસમાને જૂનાગઢ,અમરેલી, ભાવનગર તો આર.સી.ફળદુને જામનગર,પોરબંદર,રાજકોટની જવાબદારી સોંપવામાં આવી હતી.                                                  

તે સિવાય લોકસભાની ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપનો વ્યાપ વધારવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અન્ય પક્ષના નારાજ નેતાઓને પક્ષમાં જોડવા માટે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી છે.  જેમાં નાયબ દંડક જગદીશ મકવાણા, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા, વડોદરા જિલ્લા પ્રભારી રાજેશ પાઠક અને ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ હિમાંશુભાઈ પટેલનો કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.                                                             

અન્ય પક્ષના કયા નારાજ નેતાને સામેલ કરવા તે અંગે કમિટી અભિપ્રાય આપશે. પ્રદેશ અને જિલ્લા, મહાનગર સ્તર પર સરપંચ પદ પરથી ચૂંટણી લડેલા અન્ય પાર્ટીઓના કે અપક્ષ ઉમેદવારો, સમાજના અને વિવિધ ક્ષેત્રના આગેવાનોના નામોની યાદી તૈયાર કરીને મોટી સંખ્યામાં પક્ષમાં જોડવાનો કાર્યક્રમ યોજાશે. તો ડિસેમ્બરમાં એક જ અઠવાડિયામાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી અને કૉંગ્રેસના ખંભાતના ચિરાગ પટેલને રાજીનામું આપ્યુ તે સમયે ભરત બોઘરા રાજીનામા સમયે હાજર હતા. ત્યારે હવે એ જ ભરત બોઘરાને આ કમિટીનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે.                         

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
RTO નવો નિયમ: હવે વાહન ટ્રાન્સફર અને NOC માટેના નિયમો બદલાયા, જાણી લો આ મહત્વનો સુધારો
RTO નવો નિયમ: હવે વાહન ટ્રાન્સફર અને NOC માટેના નિયમો બદલાયા, જાણી લો આ મહત્વનો સુધારો
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
Embed widget