શોધખોળ કરો
Advertisement
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની નવી ટીમની જાહેરાત, જાણો કોના પત્તા કપાયા ?
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પોતાની નવી ટીમની જાહેરાત કરી છે. જેમાં સાત ઉપપ્રમુખ, પાંચ મહામંત્રી અને 8 મંત્રીનો સમાવેશ થાય છે.
ગાંધીનગરઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પોતાની નવી ટીમની જાહેરાત કરી છે. જેમાં સાત ઉપપ્રમુખ, પાંચ મહામંત્રી અને 8 મંત્રીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુરેન્દ્રભાઈ પટેલને પ્રદેશ કોષાધ્યક્ષ અને ધર્મેન્દ્રભાઈ શાહને પ્રદેશ સહ-કોષાધ્યક્ષ બનાવાયા છે.
સંગઠનના નવા માળખામાં પ્રમુખ સીઆર પાટીલે આઇ કે જાડેજા, જસવંતસિંહ ભાભોર, જયસિંહ ચૌહાણ, જશુબેન કોરાટ, જયશ્રીબેન પટેલ અને રમીલાબેન બારાની બાદબાકી કરવામાં આવી છે. ગોરધન ઝડફિયા પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે રિપીટ કરવામાં આવ્યા છે. ભીખુભાઈ દલસાણીયા સંગઠન મહામંત્રી તરીકે રિપીટ કરાયા છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જૂની ટીમમાં ઘણા ફેરફાર કર્યા છે. પ્રદેશ ટીમમાં 5 મહિલાઓનો સમાવેશ પણ કર્યો છે. આ ઉપરાંત કોષાધ્યક્ષ સાથે સહ કોષાધ્યક્ષની પોસ્ટ બનાવવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement