Gujarat cabinet: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિભાગોની કરી ફાળવણી, પોતાની પાસે રાખ્યા આ મહત્વના ખાતા
ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત 26 ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. બાદમાં ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી.

ગાંધીનગર: ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત 26 ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. બાદમાં ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. કેબિનેટ બેઠક બાદ નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે મંત્રીમંડળમાં વિભાગોની ફાળવણી કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય વહીવટ, વહીવટી સુધારા અને તાલીમ સહિત અનેક મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારી પોતાની પાસે રાખી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ખાતાઓ પોતાની પાસે રાખ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ- સામાન્ય વહીવટ, વહીવટી સુધારા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ ગૃહનિર્માણ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ, પંચાયતો, રસ્તાઓ અને મકાનો, ખાણ અને ખનિજો, નર્મદા અને કલ્પસર, માહિતી અને પ્રસારણ, દારૂબંધી અને આબકારી, બધી નીતિઓ અને અન્ય મંત્રીઓને ફાળવવામાં ન આવેલા તમામ ખાતાઓ.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી- ગૃહ વિભાગ, પોલીસ હાઉસિંગ, જેલ, બોર્ડર સિક્યોરિટી, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, સિવિલ ડિફેન્સ, નશાબંધી તથા આબકારી અને જકાત, ટ્રાન્સપોર્ટ, કાયદા મંત્રાલય, રમતગમત તથા યુવા અને સંસ્કૃતિ મંત્રાલય,લઘુ તથા મધ્યમ ઉદ્યોગ, પ્રીન્ટીંગ તથા સ્ટેશનરી, પવિત્ર યાત્રાધામ બોર્ડ, સિવિલ એવિએશન વિભાગની ફાળવણી કરવામા આવી છે.
Gujarat Cabinet portfolio allocation | CM Bhupendra Patel keeps General Administration, Administrative Reforms and Training and other departments
— ANI (@ANI) October 17, 2025
Deputy CM Harsh Sanghavi gets Home, Police Housing, Jail, Border Security, Gram Rakshak Dal, Civil Defence, Prohibition and Excise,…
કેબિનેટ મંત્રી કનુભાઈ મોહનલાલ દેસાઈને નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ સોંપવામાં આવ્યા છે. આ વિભાગો રાજ્યના આર્થિક અને શહેરી આયોજન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
મંત્રી ઋષિકેશ પટેલને ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયતો અને ગ્રામીણ ગૃહનિર્માણ, અને વિધાનસભા અને સંસદીય બાબતો સોંપવામાં આવી છે.
હર્ષ સંઘવીને રાજ્યના નવા નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ત્રણ વખતથી મજુરા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કુલ મંત્રીઓની સંખ્યા 26 થઈ ગઈ છે. ગયા વર્ષે કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાને પણ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.





















