ગુજરાત હાઈકોર્ટમાં ઢોર નિયંત્રણ વિધેયક મુદ્દે થયેલી જાહેરહિતની અરજી પર શું થયું?
ઢોર નિયંત્રણ વિધેયક મુદ્દે થયેલી જાહેરહિતની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી
અમદાવાદઃ ઢોર નિયંત્રણ વિધેયક મુદ્દે થયેલી જાહેરહિતની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી. જાહેરહિતની અરજી પર ગુજરાત હાઇકોર્ટે ટકોર કરી હતી. હાઇકોર્ટે કહ્યું કે પશુની જવાબદારી પશુપાલકની છે. ગૌચરની વૈકલ્પિક જગ્યા આપવાની માંગને પણ કોર્ટે ફગાવી હતી.
શહેરી વિસ્તારની આસપાસ માલધારીઓને ગૌચરની વૈક્લ્પિક જગ્યા આપવામાં આવે તેવી અરજદારની માંગણીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. કૉર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું કે પોતાના ઢોરની તકેદારી રાખવાની જવાબદારી પશુ માલિકોની છે. ઢોર માટે પૂરતી જગ્યા રાખવાની જવાબદારી પણ ઢોર માલિકની હોવાનું હાઈકોર્ટે નોંધ્યું હતું. શહેરી વિસ્તારમાં ઢોર રાખી અને તેને રસ્તે રઝળતા મૂકવાની છૂટ પશુમાલિકોને આપી શકાય નહીં. અબોલ પશુઓને રઝળતા મૂકી ઢોર માલિકો પોતાની સામાજિક અને નૈતિક જવાબદારીમાંથી છટકવા માંગે તે ચલાવી શકાય નહીં. રઝળતા પશુ પકડાય તો એ માટે થતા દંડની રકમ ઘટાડવા માટે સક્ષમ સત્તા મંડળ સમક્ષ રજૂઆત કરવાની કૉર્ટે છૂટ આપી છે. પશુઓ માટેના ચારા અને જગ્યાની વ્યવસ્થા તકેદારી રાખવાની જવાબદારી પશુમાલિકોનું હોવાનું પણ કૉર્ટે નોંધ્યું હતું.
યુવરાજ સિંહની ધરપકડના વિરોધમાં રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદ: વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ ધરપકડ થતા સમગ્ર રાજ્યમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. યુવરાજ સિંહના સમર્થનમાં અનેક જગ્યાએ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. બનાસકાંઠામાં પણ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા છે. યુવરાજસિંહના સમર્થનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટ્યા છે. ભાજપની આઝાદીનો અમૃત મહોત્સવની રેલીને વિદ્યાર્થીઓએ રોકી હતી. યુવરાજસિંહની અટકાયતને પગલે પાલનપુરમાં વિદ્યાર્થીઓ રેલી યોજી હતી અને સરકાર વિરોધી નારા લગાવ્યા હતા.
તો બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના લિબડી તાલુકામાં માગુંજી ક્ષત્રિય સમાજ દ્રારા ડે.કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. યુવરાજસિંહ ઉપર 307 જેવા ગંભીર ગુન્હામાં ધડપકડ કરવામાં આવી એ બદલ વિરોધ નોંધવતા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લિબડી માગુંજી શાખા ક્ષત્રિય સમાજ ઉપસ્થિત રહી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોધાવ્યો હતો. તેમણે કહ્યું કે, ઝડપથી યુવરાજસિંહ ઉપર રહેલા કેશો પાછા ખેંચવામાં આવે અને નિપક્ષ તપાસ કરવામાં આવે. ભરતી કૌભાંડને બહાર લાવનાર યુવરાજસિંહના સમર્થનમાં લિબડી ડે.કલેકટર ને માગુંજી ક્ષત્રિય સમાજ દ્રારા આવેદનપત્ર આપવામાં આવ્યું.
આ પણ વાંચોઃ
Covid19 Restrictions : દેશના આ રાજ્યએ હટાવ્યા કોરોના નિયંત્રણ, માસ્ક પહેરવું પડશે, જાણો વિગત
SURAT : 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
IND vs PAK: ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે દ્વીપક્ષીય સીરિઝ ? દુબઈમાં થશે PCB અને BCCIના અધિકારીઓની બેઠક