શોધખોળ કરો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લીધી પૂરગ્રસ્ત લોકોની મુલાકાત કહ્યું, 'કોઈ અસરગ્રસ્ત સહાયથી વંચિત ન રહી જાય'

મુખ્યમંત્રીએ અસરગ્રસ્તોને મળવા પાત્ર તમામ મદદ સહાયની ખાતરી આપતા કહ્યું કે કોઈ અસરગ્રસ્ત સહાયથી વંચિત ન રહી જાય અને અગાઉ કરતા પણ તે સૌનું જીવન બહેતર બને તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે.

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદથી સૌથી વધુ  અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત કરી વરસાદથી તેમને થયેલા નુકશાનની વિગતો જાણી હતી. ગ્રામજનો સાથે સંવેદના પૂર્વક પ્રત્યક્ષ  સાંભળીને તમામ વિગતો  મેળવી હતી. મુખ્યમંત્રીએ આ અસરગ્રસ્તોને રાજ્ય સરકાર દ્વારા મળવા પાત્ર તમામ મદદ સહાયની ખાતરી આપતા કહ્યું કે કોઈ અસરગ્રસ્ત સહાયથી વંચિત ન રહી જાય અને અગાઉ કરતા પણ તે સૌનું જીવન બહેતર બને તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે.

મુખ્યમંત્રી સાથે જામનગરના સાંસદ પૂનમ માડમ , પૂર્વ મંત્રી હકુભા જાડેજા, ધારાસભ્ય રાઘવજી પટેલ, મેયર તેમજ અન્ય પદાધિકારીઓ, મુખ્ય સચિવ પંકજ કુમાર, કમિશનર વિજય ખરાડી, કલેકટર સૌરભ પારઘી વગેરે પણ જોડાયા હતા. જામનગર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદથી ઊભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા અને જિલ્લા તંત્રને રાહત બચાવ કામગીરીમાં માર્ગદર્શન આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બે જિલ્લાની મુલાકાતે હવાઈ માર્ગે નીકળ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે નીતિન પટેલ કે ભાજપના બીજા ટોચના નેતા નહીં પણ જામનગરના સ્થાનિક આગેવાનો જોડાયા છે.  ગાંધીનગરથી બપોરે 1 કલાકે ભૂતપૂર્વ મંત્રી આર.સી ફળદુ , જામનગરનાં સાંસદ પૂનમ બહેન માડમ અને મુખ્ય સચિવ પંકજ કુમાર સાથે આ બે વરસાદ અસરગ્રસ્ત જિલ્લાઓની જાત માહિતી મેળવવા રવાના થયા હતા.

સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ છે. તેમાં પણ રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ પાંચ દિવસ પૂરા ગુજરાતમાં વરસશે મૂશળધાર વરસાદ. હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ વરસશે ભારેથી અતિભારે વરસાદ. સૌરાષ્ટ્રમાં આજે ફરી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે ઓડિશા પર સક્રિય થઈ છે વરસાદી સિસ્ટમ. જે મધ્ય પ્રદેશ થઈ ગુજરાત તરફ આગળ વધી રહી છે. જેને લઈ પૂરા ગુજરાતમાં વરસી રહ્યો છે વરસાદ.

રાજકોટ વરસાદ

રાજકોટ શહેરમાં મેઘરાજાએ એવી તે કરી ધમાકેદાર એંટ્રી કે આખું શહેર થયું જળમગ્ન..શહેરનો એક પણ રસ્તો કે વિસ્તાર ન બચ્યો કે જ્યાં પાણી ન ભરાયા હોય. શહેરના મોટાભાગના વિસ્તાર અને રસ્તા પર ભરાયા ઘૂંટણસમા પાણી. શહેરનો ઢેબર રોડ, કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, પોપટપુરા, નાના મવા સહિતના વિસ્તારોમાં થયા પાણી-પાણી.

કેટલીક જગ્યાએ તો રસ્તા પર પાણીના ધસમસતા પ્રવાહમાં ગાડીઓ તણાઈ હતી. દિવસભર ધોધમાર વરસાદ પડતા રાજકોટ શહેરના રાજમાર્ગો પર નદીની જેમ વહેતા થયા પાણી. ભારે વરસાદથી જનજીવનને અસર પડી છે.  શહેરમાં મોટાભાગના ધંધા-રોજગાર બંધ જોવા મળ્યા હતા. ધોધમાર વરસાદ વરસતા રાજકોટનું પોપટપરા નાળું બંધ કરાયું હતું. તો રેલનગર અંડરબ્રિજમાં પણ પાણી ભરાતા બંધ કરવામાં આવ્યો હતો. અહીં બંને તરફ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જેથી કોઈ અહીંથી પસાર ન થાય. રેલનગરનું અંડરબ્રિજ બંધ થતાં આસપાસની અનેક સોસાયટીઓ સંપર્કવિહોણી બની છે.

જામનગરમાં પડેલા ભારે વરસાદ બાદ બચાવ અને રાહતકાર્ય માટે એન.ડી.આર. એફની ટીમ રવાના થઈ છે. રાહત અને બચાવ કામગીરીમાં એન.ડી.આર. એફ. ની 4 ટીમો કાર્યરત છે. ઍરફોર્સના હેલિકોપ્ટરથી પણ લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુ છે. 64 લોકો અત્યાર સુધી એયર લિફ્ટ કરાયા છે. 31 અન્ય લોકોનું પણ રેસ્ક્યુ કરાયું હતું. આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીના પગલે તકેદારી માટે બહારના રાજ્યોમાંથી  પણ ટિમો મંગાવાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
Embed widget