Gujarat Congress: લોકસભા ચૂંટણી પહેલા કૉંગ્રેસ તૈયાર, 7 કાર્યકારી પ્રમુખોને સોંપી મોટી જવાબદારી, જાણો
લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાત કૉંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દિધી છે. ગુજરાત કૉંગ્રેસે 7 કાર્યકારી પ્રમુખોને બેઠકોની જવાબદારી સોંપાઈ છે.
અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 2024ને લઈ ગુજરાત કૉંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દિધી છે. ચૂંટણીની તૈયારીઓને ભાગરુપે ગુજરાત કૉંગ્રેસ દ્વારા 7 કાર્યકારી પ્રમુખોને લોકસભા બેઠકોની જવાબદારી સોંપાઈ છે. કૉંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલને સૌથી વધુ 5 બેઠકની જવાબદારી સોંપાઈ છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને પાટણ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે લલિત કગથરાને સુરેન્દ્રનગર, કચ્છ, અમરેલી અને જામનગર બેઠકની જવાબદારી સોંપાઈ છે. જિગ્નેશ મેવાણીને છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે.
ઈન્દ્રવિજયસિંહ ગોહિલને ખેડા, આણંદ, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ બેઠકની જવાબદારી સોંપાઈ છે. અંબરીશ ડેરને રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને પોરબંદરની જવાબદારી સોંપવામાં આવી છે. ઋત્વિક મકવાણાને નવસારી, સુરત, વલસાડ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે જિજ્ઞેશ મેવાણીને છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. કદીર પીરઝાદાને ભરૂચ, વડોદરા અને બારડોલી બેઠકની જવાબદારી સોંપાઈ છે.
ગુજરાત કૉંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક ગુજરાત પ્રવાસે હતા. જેમાં તેમણે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનો, કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિપક્ષ નેતાઓ સાથે વિસ્તૃત બેઠક યોજાઇ હતી. તેમની મુલાકાત બાદ સાત કાર્યકારી પ્રમુખોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
હિંમતસિંહ પટેલ- બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને પાટણ
લલિત કગથરા- સુરેન્દ્રનગર , અમરેલી અને જામનગર
ઇન્દ્રવિજય સિંહ ગોહિલ- ખેડા, અમદાવાદ પુર્વ, અમદાવાદ પશ્વિમ અને આણંદ
જિગ્નેશ મેવાણી- છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદ
ઋત્વિક મકવાણા- નવસારી, સુરત અને વલસાડ
અમરીશ ડેર- ભાવનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર
કદીર પીરજાદા-ભરૂચ, વડોદરા અને બારડોલી
ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024ને લઈ કૉંગ્રેસ અત્યારથી જ તૈયારીઓ કરી રહી છે. ગુજરાત કૉંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક દ્વારા રાજ્યની 26 લોકસભા બેઠકોને લઈ નેતાઓને આ પહેલા મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. ગુજરાત કૉંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે સહ પ્રભારીઓને જવાબદારી સોંપી છે. જેમાં રામકિશન ઓઝા, બી.એમ. સંદીપ અને ઉષા નાયડુને ગુજરાતની વિવિધ લોકસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે.
સહપ્રભારી રામકિશન ઓઝા
અમદાવાદ પૂર્વ
અમદાવાદ પશ્ચિમ (એસ.સી.)
ખેડા
આણંદ
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
સહપ્રભારી બી.એમ. સંદીપ
ભાવનગર
અમરેલી
સુરેન્દ્રનગર
રાજકોટ
જુનાગઢ
પોરબંદર
જામનગર
કચ્છ (એસ.સી.)
સહપ્રભારી ઉષા નાયડુ
પંચમહાલ
દાહોદ (એસ.ટી.)
વડોદરા
છોટા ઉદેપુર
ભરૂચ
બારડોલી (એસ.ટી.)
નવસારી
સુરત
વલસાડ (એસ.ટી.)
https://t.me/abpasmitaofficial