શોધખોળ કરો
Advertisement
ગુજરાત કોંગ્રેસને લાગ્યો મોટો ઝાટકો, આ દિગ્ગજ નેતાનો ભાઈ ભાજપમાં જોડાઈ ગયો
ગઈકાલે યોજાયેલ મતગણતરીમાં ગુજરાતની છ મહાનગર પાલિકામાં ભાજપે શાનદાર જીત મેળવી છે. આ ચૂંટણીમાં કૉંગ્રેસના સૂપડા સાફ થઈ ગયાં છે.
છ મનપામાં સુપડા સાફ થયા બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મોટો ઝાટકો લાગ્યો છે. કેમ કે ખુદ અમિત ચાવડાના ભાઈ પ્રશાંત ચાવડા કેસરિયાના રંગમાં રંગાયા છે. અમિત ચાવડાના ભાઈ પ્રશાંત ચાવડા ભાજપમાં જોડાતા રાજકારણમાં ખળભળાટ મચ્ચો છે.
આગામી 28 ફેબ્રુઆરીએ તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણી છે. ત્યારે એ પહેલા બોરસદ પાલિકામાં ભાજપના ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રશાંત ચાવડા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિવંગત ઈશ્વરભાઈ ચાવડાના પૌત્ર ભાજપમાં જોડાઈ ગયા છે.
નોંધનીય છે કે, ગઈકાલે યોજાયેલ મતગણતરીમાં ગુજરાતની છ મહાનગર પાલિકામાં ભાજપે શાનદાર જીત મેળવી છે. આ ચૂંટણીમાં કૉંગ્રેસના સૂપડા સાફ થઈ ગયાં છે. કૉંગ્રેસની કારમી હાર બાદ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું.
અમિત ચાવડાએ કહ્યું, જનતાના જનાદેશનો અમે સ્વીકાર કરીએ છીએ. અમારા કાર્યકર્તાઓ મહેનત કરી છે. શહેરી વિસ્તાર કેમ હાર થઈ ચિંતન કરીશું અને જ્યાં ઉણપ રહી છે ત્યાં સુધારો કરીશું. આત્મવિશ્વાસ લોકોનો અમારા માટે જાગે એ માટે લડાઈ લડીશું. હાર્યા પરંતુ શીખ લઈશુ એમાંથી. કોંગ્રેસનો કાર્યકર લોકો માટે લડવા માટે તૈયાર છે. પરાજયમાંથી શીખ લઈશું. લોકોના પ્રશ્નો ઉઠાવતા રહીશું. ભાજપની સામ, દામ, દંડ ભેદની નીતિ સામે લડીશું. અમિત ચાવડાએ મતદારોનો આભાર માન્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion