Gujarat Corona Cases:રાજ્યમાં આજે કોરોનાના નવા 15 કેસ નોંધાયા, જાણો ક્યા જિલ્લાઓમાં ન નોંધાયો એક પણ કેસ?
હાલમાં અત્યાર સુધી 213 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 208 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,665 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે.
ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં કોરોના કેસ શૂન્ય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 28 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે.
હાલમાં અત્યાર સુધી 213 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 208 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,665 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10076 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે કોરોનાને કારણે આજે એક પણ દર્દીનું મોત થયું નથી. જે ગુજરાત માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 28 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના પ્રયાસોના લીધે 8,14,665 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.75 ટકા જેટલો છે. રાજ્યમાં કોરોનાના નવા કેસ 15 દર્દીઓ નોંધાયા હતા.
આજે ક્યાં નોંધાયા કેસ
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 4, ગીર સોમનાથમાં 1, જામનગરમાં 1, જૂનાગઢમાં 1, જૂનાગઢ કોર્પોરેશન 1 કચ્છ 1, તાપીમાં કોરોનાનો એક કેસ નોંધાયો હતો.
ક્યાં ન નોંધાયો એકપણ કેસ
આજે અમદાવાદ, અમરેલી, અરવલ્લી, આણંદ, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન,બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહિસાગર, મહેસાણા, પોરબંદર, પાટણ, વડોદરા,વલસાડ, સુરેન્દ્રનગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડમાં એક પણ કોરોનાનો કેસ નથી નોંધાયો.
માહિતી ખાતાની પરીક્ષાનું પરિણામ જાહેર
ગુજરાત સરકારના માહિતી ખાતાની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. નાયબ માહિતી નિયામક વર્ગ-1 અને સહાયક માહિતી નિયામક વર્ગ-2ની સીધી ભરતી માટેની સંયુક્ત ભાગ-1, પ્રિલિમીનરી પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જે પરિણામ નીચે મુજબ છે. માહિતી વિભાગની વર્ગ-1 અને વર્ગ-2ની સંયુક્ત ભાગ-1 પ્રિલિમીનરી પરીક્ષા 27 જૂને યોજાઇ હતી.