રાજ્યમાં લોકોને મફત વીજળી આપવાની કોઇ યોજના છે? જાણો ગુજરાત સરકારે શું આપ્યો જવાબ?
અન્ય એક સવાલના જવાબમાં ઉર્જા મંત્રીએ ગૃહમાં દાવો કર્યો હતો કે પ્રીપેઈડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે

વિધાનસભા ગૃહની કાર્યવાહીનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન રાજ્યમાં મફત વિજળી આપવાનું કોઈ આયોજન ન હોવાની સ્પષ્ટતા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કરી હતી. ધારાસભ્ય ઉમેશ મકવાણાના સવાલના જવાબમાં ઉર્જા મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે અન્ય રાજ્યોની જેમ 200થી 300 યુનિટ વિજળી ફ્રી આપવાની હાલમાં ગુજરાતમાં કોઈ વિચારણા નહી.
પ્રીપેઈડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત
અન્ય એક સવાલના જવાબમાં ઉર્જા મંત્રીએ ગૃહમાં દાવો કર્યો હતો કે પ્રીપેઈડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે. પ્રીપેઈડ સ્માર્ટ મીટર ફરજિયાત હોવાની ઉર્જા મંત્રીની વિધાનસભા ગૃહમાં સ્પષ્ટતા કરી હતી. સરકારે દાવો કર્યો હતો કે પ્રીપેઈડ સ્માર્ટ મીટરના અનેક પ્રકારના ફાયદા છે. પ્રીપેઈડ સ્માર્ટ મીટરના કારણે વીજ વપરાશની જાણકારી મોબાઈલ પર મળી રહેશે. અત્યારે ઉપયોગમાં લેવાતા મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે. ગ્રાહકો માટે પ્રીપેઈડ સ્માર્ટ મીટર ફાયદાકારક હોવાની ઉર્જામંત્રીએ જાણકારી આપી હતી.
ગુજરાતમાં જાહેર દેવાને લઈને પણ મહત્વના સમાચાર આવ્યા હતા. બજેટ કરતા જાહેર દેવું વધારે હોય તેવા આંકડા સામે આવ્યા હતા. જાહેર દેવુ વર્ષ 2023-24ના સુધારેલા અંદાજ પ્રમાણે 3.77 લાખ કરોડ રૂપિયા છે. વર્ષ 2022-23માં 23,442 કરોડ વ્યાજ તો રૂપિયા 22,159 કરોડની ચૂકવણી કરાઇ હતી. વર્ષ 2023-24માં 25,212 કરોડ વ્યાજ તો 26,149 કરોડની ચૂકવણી કરાઇ હતી. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્ન પર સરકારે ગૃહમાં જવાબ આપ્યો હતો.
BPL કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવી શકે છે. BPL કાર્ડ ધારકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા માટે સરકારની વિચારણા છે. વિધાનસભા ગૃહમાં અન્ન - નાગરિક અને રાજ્ય પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે આ નિવેદન આપ્યું હતુ. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ વિધાનસભા ગૃહમાં માગ કરી હતી કે ભારતના તમામ ભાજપ શાસિત રાજ્યોમાં 500 રુપિયમાં BPL કાર્ડ ધારકોને ગેસ સિલિન્ડર મળે છે. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષોથી ભાજપનું જ શાસન છે. તો અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ એ જ રીતે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
