Gujarat Corona Cases: રાજ્યમાં કોરોનાના નવા 98 કેસ નોંધાયા, સંક્રમણથી 3 લોકોના મોત
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 98 કેસ નોંધાયા છે. બીજી તરફ 69 દર્દીઓ રિકવર પણ થયા છે.
ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 98 કેસ નોંધાયા છે. બીજી તરફ 69 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,198 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.70 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 3 મોત થયા છે. આજે 1,75,539 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 32, સુરત કોર્પોરેશન 18, વડોદરા કોર્પોરેશનમાં 10, રાજકોટ કોર્પોરેશન 7, કચ્છ 6, વલસાડ 5, ખેડા 3, રાજકોટ 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, જૂનાગઢ કોર્પોરેશનમાં 2, નવસારી 2, સાબરકાંઠા 2, વડોદરા 2, ભાવનગર કોર્પોરેશન 1, ગીર સોમનાથ 1, જામનગર કોર્પોરેશન 1 અને સુરતમાં 1 નવો કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 694 કેસ છે. જે પૈકી 8 વેન્ટીલેટર પર છે, જ્યારે 686 નાગરિકો સ્ટેબલ છે. 8,18,198 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10111 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે અમદાવાદ કોર્પોરેશન 1, જામનગર કોર્પોરેશનમાં 1 અને પોરબંદરમાં 1 મોત થયું છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 3 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 506 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 5428 લોકોને પ્રથમ અને 41887 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 17788 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 109927 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,75,539 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,80,73,273 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર અને તાપીમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.