શોધખોળ કરો

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14,781 કેસ નોંધાયા, જાણો કેટલા લોકોના થયા મોત?

આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસોનો આંકડો 1,28,192 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 309 લોકો વેન્ટીલેટર પર છે

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 14,781 કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસોનો આંકડો 1,28,192 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 309 લોકો વેન્ટીલેટર પર છે. 1,27,883 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 9,69,234 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10323 લોકોના મોત થયા છે. 

બીજી તરફ 20,829  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 9,69,234 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 87.50 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  21 મોત થયા. આજે 2,17,441 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 5248, વડોદરા કોર્પોરેશનમાં 2412, સુરત કોર્પોરેશનમાં 834,   રાજકોટ કોર્પોરેશનમાં 944, વડોદરામાં 604, ગાંધીનગર કોર્પોરેશનમાં 544, મહેસાણામાં 403, સુરતમાં 394, કચ્છમાં 312, રાજકોટમાં 291, આણંદમાં 245, ભાવનગર કોર્પોરેશનમાં 233, પાટણમાં 230, ગાંધીનગરમાં 202, જામનગર કોર્પોરેશનમાં 201, ખેડામાં 200, ભરૂચમાં 158, સાબરકાંઠામાં 142, બનાસકાંઠામાં, 136, નવસારીમાં 132, મોરબીમાં 125, વલસાડમાં 117, અમરેલીમાં 95, અમદાવાદમાં 77, સુરેન્દ્રનગરમાં 64, પંચમહાલમાં 63, જામનગરમાં 44, જૂનાગઢમાં 42, પોરબંદરમાં 42, દાહોદમાં 39, જૂનાગઢ કોર્પોરેશનમાં 38, દેવભૂમિ દ્વારકામાં 35, તાપીમાં 33, ગીર સોમનાથમાં 28, ભાવનગરમાં 26, ડાંગમાં 17, છોટા ઉદેપુરમાં 9, નર્મદામાં 8, અરવલ્લીમાં 7, મહીસાગરમાં 4, બોટાદમાં 3 નવા કેસ નોંધાયા હતા.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 1,28,192 કેસ છે. જે પૈકી 309  વેન્ટીલેટર પર છે, જ્યારે 1,27,883 નાગરિકો સ્ટેબલ છે. 9,69,234 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,323 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 21 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 9, વડોદરા  કોર્પોરેશનમાં 1,  સુરત કોર્પોરેશન 3, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરા 1, સુરત 2, જામનગર કોર્પોરેશનમાં એક, વલસાડમાં બે, અને જામનગરમાં એક દર્દીનું મોત થયું છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 10 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 414 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 3712 લોકોને પ્રથમ અને 18,277 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 18,737 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 52,475 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 29,585 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 94,231 લોકોને અપાયો છે.  આજે કુલ 2,17,441 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,69,76,869 લોકોને રસી અપાઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime : વડોદરામાં ગુંડાઓ બેફામ, રાત્રિ બજારના આઇસ્ક્રીમ પાર્લરમાં કરી તોડફોડMLA Kirit Patel : પાટણ યુનિવર્સિટી લાફાકાંડમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આરોપી પોલીસ સમક્ષ હાજરVadodara Helicopter Ride : વડોદરામાં બાળકોના જીવ સાથે રમત!  મેળા સંચાલક સહિત 3ની અટકાયતGujarat Rain Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદનું આગાહીકારોનું અનુમાન, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
Banaskantha: બાથરુમમાં ન્હાવા ગયેલી પુત્રી બહાર ન આવતા માતાએ બારીમાંથી નજર કરતા જ ઉડી ગયા હોંશ, માતાપિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો
Banaskantha: બાથરુમમાં ન્હાવા ગયેલી પુત્રી બહાર ન આવતા માતાએ બારીમાંથી નજર કરતા જ ઉડી ગયા હોંશ, માતાપિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો
IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ
IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ
Myths Vs Facts: શું વધારે ખાંડ ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે, જાણો શું છે સત્ય?
Myths Vs Facts: શું વધારે ખાંડ ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે, જાણો શું છે સત્ય?
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Embed widget