Gujarat corona: રાજ્યમાં આજે 600થી વધુ કેસ નોંધાયા, 3 દર્દીના કોરોનાથી મોત થયાં
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 633 નવા કોરોના કેસ નોંધાયા છે. આજે 731 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
Gujarat corona Upadate: ગુજરાત(Gujarat)માં કોરોના વાયરસ(Coronavirus)ના નવા કેસોમાં મોટો ઉછાળો આવ્યા બાદ ફરીથી સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કો, આજે લાંબા સમય બાદ કોરોનાથી થતાં મોતનો ચોંકાવનારો આંક સામે આવ્યે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 633 નવા કોરોના કેસ નોંધાયા છે. આજે 731 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો રાજ્યમાં આજે કોરોના સંક્રમિત કુલ 3 દર્દીઓનાં મોત થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે.
આજે ક્યાં કેટલા કેસ નોંધાયા ?
રાજ્યમાં આજે નોંધાયેલા નવા 633 કોરોના કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં નવા 211 કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 51, વડોદરા કોર્પોરેશન 49, રાજકોટ કોર્પોરેશનમાં 44, કચ્છમાં 30, સુરતમાં 28, મહેસાણામાં 27, ગાંધીનગર કોર્પોરેશનમાં 21, ભાવનગર કોર્પોરેશન 25, ગાંધીનગરમાં 18, પાટણાં 17, બનાસકાંઠામાં 16, મોરબીમાં 11, રાજકોટમાં 9, આણંદમાં 8, જામનગર કોર્પોરેશન 8, સાબરકાંઠામાં 7, તાપી અને વલસાડમાં 6-6, અમદાવાદ, ભરુચ, દ્વારકા, જામનગર, પંચમહાલમાં 5-5 કેસ, નવસારીમાં 4, સુરેન્દ્રનગર અને વડોદરામાં 3-3, અમરેલી અને અરવલ્લીમાં 2-2, ગીર સોમનાથ અને મહિસાગરમાં 1-1 કેસ નોંધાયો છે.
આજે કુલ 3 દર્દીનાં મોતઃ
કોરોનાથી આજે રાજ્યમાં કુલ 3 દર્દીઓનાં મોત થયાં છે. જેમાં અમદાવાદ શહેરમાં 2 દર્દીઓનાં મોત અને અરવલ્લી જીલ્લામાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કોરોનાથી થયેલા કુલ દર્દીઓના મોતનો આંકડો 10,960 પર પહોંચ્યો છે. હાલ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 5613 એક્ટિવ કેસ છે. જેમાંથી 10 દર્દીઓ વેન્ટીલેટર પર છે. તો બીજી તરફ આજે કુલ 731 દર્દીઓએ કોરોનાથી સાજા થયા છે. અને આજના આંકડા સાથે અત્યાર સુધી રાજ્યમાં કુલ 12,32,544 લોકો કોરોનાથી સાજા થયા છે.
આ પણ વાંચોઃ