Coronavirus Cases LIVE: સંક્રમણ વધતા આવતીકાલથી સોમનાથ મહાદેવનું મંદિર દર્શનાર્થીઓ માટે બંધ
ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.
LIVE
Background
Gujarat Coronavirus Cases LIVE Updates: રાજ્યમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડ બ્રેક નવા કેસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે રાજ્યમાં સતત બીજીવાર કોરોનાના કેસનો આંકડો ચાર હજારને પાર પહોંચી ગયો છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 4541 નવા કેસ નોંધાયા જ્યારે વધુ 42નાં મૃત્યુ થયા છે. ગુજરાતમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ પહેલા ગઈકાલે 9 એપ્રિલે 4 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા.
સોમનાથ મહાદેવનું મંદિર દર્શનાર્થીઓ માટે બંધ
કોરોનાને કારણે આવતીકાલથી સોમનાથ મહાદેવનું મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ સિવાય યાત્રાધામ જલારામ મંદિરમાં પણ 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓને પ્રવેશ નહીં આપવામાં આવે.
દાહોદમાં બપોરના 4થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ
કોરોના સંક્રમણ વધતા દાહોદ જિલ્લામાં સોમવારથી બપોરના 4થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાધવાનો મંડળ અને વહીવટી પ્રશાસને નિર્ણય લીધો છે.
વીરપુરનું સુપ્રસિદ્ધ યાત્રા ધામ જલારામ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ
રાજકોટ શહેર અને જિલ્લામાં સંક્રમણ વધતા વીરપુર (Virpur)નું સુપ્રસિદ્ધ યાત્રા ધામ જલારામ મંદિર (Jalaram Temple) દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જલારામ મંદિર અગિયાર એપ્રિલથી 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. મંદિરની સાથે અન્નક્ષેત્ર પણ 30 એપ્રિલ સુધી બંધ રહેશે. કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે મંદિરના ગાદીપતિ રઘુરામબાપાએ નિર્ણય લીધો છે અને આવતીકાલથી ભક્તો માટે મંદિરના દ્વાર બંધ કરવામાં આવશે.
ગુજરાતમાં છેલ્લા 9 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
નોંધાયેલા કેસ |
મોત |
9 એપ્રિલ |
4541 |
42 |
8 એપ્રિલ |
4021 |
35 |
7 એપ્રિલ |
3575 |
22 |
6 એપ્રિલ |
3280 |
17 |
5 એપ્રિલ |
3160 |
15 |
4 એપ્રિલ |
2875 |
14 |
3 એપ્રિલ |
2815 |
13 |
2 એપ્રિલ |
2640 |
11 |
1 એપ્રિલ |
2410 |
9 |
કુલ કેસ અને મોત |
29,371 |
178 |
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 76,30,525 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 9,84,583 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 86,15,108 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.