Coronavirus Cases LIVE: ગુજરાતમાં દર કલાકે 209 કેસ, એક જ દિવસમાં 49ના મોતથી હાહાકાર
Gujarat Coronavirus Cases LIVE Updates: ગુજરાતમાં સ્થિતિ એ હદે ભયાવહ થઇ ગઇ છે કે ૨૪ કલાકમાં જ કોરોનાના ૫ હજાર કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કુલ કેસનો આંક ૩,૪૨,૦૨૬ -કુલ મરણાંક ૪,૭૪૬ છે અને આ પૈકી છેલ્લા ૧૦ દિવસમાં ૩૪,૩૨૮ કેસ-૨૨૭ મૃત્યુ થયા છે.
LIVE
Background
અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. શનિવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 5011 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 49નાં મૃત્યુ થયા છે. આજે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. રાજ્યમાં ગઈકાલે 2525 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેની સાથે અત્યાર સુધી 312151 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 2500ને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 25129 પર પહોંચ્યો છે. જેમાંથી 192 લોકો વેન્ટિલેટર પર અને 24937 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 91.27 ટકા છે.
સાવરકુંડલામાં વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાળ્યો
સાવરકુંડલા ચેમ્બર્સ ઓફ કોમર્સ અને નગરપાલિકા દ્વારા વધતા કોરોના સંક્રમણને લઈને એક દિવસ ધંધા રોજગાર બંધ રાખવાની અપીલ કરાઈ હતી. જેને લઈ શહેરના દુકાનદારોએ સ્વૈચ્છીક બંધ પાળ્યો છે.
મોગલ ધામ પણ બંધ
ભાવનગર જીલ્લાનું ભગુડા મોગલ ધામ આગામી તારીખ 13 થી અચોકક્સ મુદત માટે બંધ કરાશે. જિલ્લામાં કોરોનાની વિકટ સ્થિતિ ને લઈ ને ટ્રસ્ટી મડંળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. દર્શનથી લઈને તમામ કામગીરી બંધ રહેશે.
મધ્યપ્રદેશના જબલપુરમાં વીકેંડ લોકડાઉનની રસ્તા સુમસામ
સૌરાષ્ટ્રના વધુ એક ગામમાં લોકડાઉન
જામનગરના કાલાવડ તાલુકાના જસાપર ગામે એક દિવસમાં 20 થી વધુ કેસ આવતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. કોરોના કેસ વધતા ગામના લોકોએ સ્વંયભુ લોકડાઉન રાખવાનું નક્કી કર્યું છે. જસાપર ગામ 11 એપ્રિલ થી 21 એપ્રિલ સુધી સ્વંયભુ લોકડાઉન કરવામાં આવ્યું છે.