Corona Cases Live: ગુજરાતમાં 15 મહિના બાદ નોંધાયા સૌથી ઓછા કેસ
કોરોનાના ઘટતાં કેસની વચ્ચે લોકોએ બેદરકારી દાખવવાનું શરૂ કર્યુ છે. આ દરમિયાન નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાતોની એક ટીમ સરવેમાં દેશમાં ઓક્ટોબર સુધીમાં એટલેકે તહેવારોના સમયમાં ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે.
LIVE
Background
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી પડી છે. રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં સતત ઘટાડો આવી રહ્યો છે. શનિવારે રાજ્યમાં 15 મહિના બાદ સૌથી ઓછા કેસ નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લોકોને કોરોના ભરખી ગયો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,18,71,920 ડોઝનું રસીકરણ થયું છે.
ઉત્તરાખંડમાં કોવિડ કર્ફ્યૂ
ઉત્તરાખંડમાં એક સપ્તાહનો કોવિડ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. ઉત્તરાખંડના કેબિનેટ મિનિસ્ટર સુબોધ ઉનીયાલે જણાવ્યું કે, 22 થી 29 જુન સુધી કોવિડ કર્ફ્યૂ નાંખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તમિલનાડુએ લોકડાઉન લંબાવ્યું
તમિલનાડુમાં લોકડાઉન વધુ એક સપ્તાહ લંબાવવામાં આવ્યું છે. લોકડાઉન 28 જુન સુધી અમલમાં રહેશે.તમિલનાડુમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 78,780 છે. જ્યારે 23,04,885 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. તમિલનાડુમાં 31,015 લોકોના કોરોનાથી મોત થયા છે.
મુંબઈ વેક્સિન સ્કેમ કેસ
કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ
ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર
સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 58419 નવા કોરોનાના કેસ આવ્યા અને 1576 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 87,619 લોકો કોરોનાથી ઠીક થયા છે. દેશમાં 81 દિવસ બાદ 60 હજારથી ઓછા કેસ નોંધાયા છે. જે બાદ કુલ કોરોના કેસ - બે કરોડ 98 લાખ 81 હજાર 965, કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 87 લાખ 66 હજાર 009, કુલ એક્ટિવ કેસ - 7 લાખ 29 હજાર 243 અને કુલ મોત - 3 લાખ 86 હજાર 713 થયા છે.