શોધખોળ કરો
Advertisement
Gujarat Corona Cases Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 427 નવા કેસ નોંધાયા, 360 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં ફરી એકવાર કોરોના વાયરસે માથુ ઉંચક્યું છે અને કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સતત ચોથા દિવસે કોરોનાના કેસ 400થી વધારે નોંધાયા છે.
ગાંધીનગર: રાજ્યમાં ફરી એકવાર કોરોના વાયરસે માથુ ઉંચક્યું છે અને કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સતત ચોથા દિવસે કોરોનાના કેસ 400થી વધારે નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 427 નવા કેસ નોંધાયા હતા જ્યારે 360 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી એકનું મૃત્યુ થયું હતું. તેની સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4411 પર પહોંચ્યો છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું હતું.
રાજ્યમાં અત્યાર સુધી 263475 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.47 ટકા પર પહોંચ્યો છે. હાલ 2429 એક્ટિવ કેસ છે, જેમાંથી 35 લોકો વેન્ટિલેટર પર અને 2394 લોકો સ્ટેબલ છે.
આજે ક્યા કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 96, વડોદરા કોર્પોરેશનમાં 73, સુરત કોર્પોરેશન 61, રાજકોટ કોર્પોરેશન 44, પંચમહાલ 14, કચ્છ 11, વડોદરા 11, આણંદ 9, જામનગર કોર્પોરેશન 9 , સાબરકાંઠા 8, દાહોદ, જુનાગઢ અને ખેડામાં 7-7 કેસ નોંધાયા હતા.
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 8,83,601 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો અત્યાર સુધીમાં 1,89,624 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion