શોધખોળ કરો

Gujarat Corona Cases Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1790 નવા કેસ, વધુ 8 લોકોના મોત

રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.45 ટકા પર પહોંચ્યો છે. હાલ 8823 એક્ટિવ કેસ છે, જેમાંથી 79 લોકો વેન્ટિલેટર પર અને 8744 લોકો સ્ટેબલ છે. 

ગાંધીનગરઃ  રાજ્યમાં કોરોના ફરી બેકાબૂ થયો છે. દિવસેને દિવસે સતત કોરોના સંક્રમણ કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના નવા 1790 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા. આજે રાજ્યમાં 1277 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,78,880 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.45 ટકા પર પહોંચ્યો છે. હાલ 8823 એક્ટિવ કેસ છે, જેમાંથી 79 લોકો વેન્ટિલેટર પર અને 8744 લોકો સ્ટેબલ છે. 

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગર, જામનગર કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં 1-1 મોત સાથે કુલ 8 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4466 લોકોના કોરોનાથી મોત થયા છે. 

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 506, સુરત કોર્પોરેશનમાં 480, વડોદરા કોર્પોરેશનમાં 145,  રાજકોટ  કોર્પોરેશનમાં 130, સુરતમાં 102,  ભાવનગર કોર્પોરેશન 27, જામનગર કોર્પોરેશનમાં 22, ગાંધીનગર કોર્પોરેશનમાં 21, વડોદરામાં 20, ખેડામાં 19, પાટણમાં 19, ગાંધીનગરમાં 18, મહેસાણામાં 17, નર્મદામાં 17, દાહોદમાં 16, બનાસકાંઠામાં 15, કચ્છમાં 15, અમરેલીમાં 14, ભરુચમાં 13 અને જામનગરમાં 13 કેસ નોંધાયા હતા. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 36,77,467  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,17,132 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  રાજ્યમાં આજે કુલ 1,90,858 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,76,574 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા  મળેલ નથી.

ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણ અટકાવવા  રાજ્ય સરકારે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતા તમામ યાત્રીઓ માટે ગત 72 કલાકમાં RTPCR ટેસ્ટ ફરજિયાત કરી દીધો છે. સાથે મહારાષ્ટ્રમાંથી આવતા તમામ લોકોનું સ્ક્રીનિંગ ફરજીયાત કરવામાં આવ્યું છે.

મંગળવારે રાજ્યમાં કોરોના 1730 કેસ નોંધાયા હતા જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
Gujarat weather update: રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel forecast
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Flower Show Ahmedabad 2025 : અમદાવાદ ફેમસ ફ્લાવર શૉ જોવા ખિસ્સા ખાલી કરવા પડશે!EPFO News:EPFO ખાતા ધારકો માટે મોટો નિર્ણય, હવે ATMની જેમ જ લઈ શકાશે પૈસાRajkot Fire: રાજકોટના ગોપાલ નમકીનમાં લાગેલી આગને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaKutch Earthqauke : રાપરની ધ્રુજી ગઈ ધરા, 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો;જુઓ સ્થિતિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
Gujarat weather update: રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel forecast
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
Relail Inflation: ઘટી ગઈ મોંઘવારી, આરબીઆઈ માટે રાહતના સમાચાર... જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ
Relail Inflation: ઘટી ગઈ મોંઘવારી, આરબીઆઈ માટે રાહતના સમાચાર... જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ
Year Ender 2024: આ ડાયેટ પ્લાન 2024માં હિટ રહ્યા, તમે પણ ફિટ રહેવા માટે તેને ફોલો કરી શકો છો
Year Ender 2024: આ ડાયેટ પ્લાન 2024માં હિટ રહ્યા, તમે પણ ફિટ રહેવા માટે તેને ફોલો કરી શકો છો
PMJAY યોજના માટે રાજ્ય સરકાર નવી માર્ગદર્શિકા બહાર પાડશે, હોસ્પિટલોએ આ કામ ફરજિયાત કરવું પડશે
PMJAY યોજના માટે રાજ્ય સરકાર નવી માર્ગદર્શિકા બહાર પાડશે, હોસ્પિટલોએ આ કામ ફરજિયાત કરવું પડશે
ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
Embed widget