Gujarat Corona Cases:રાજ્યમાં આજે કોરોનાના 27 કેસ નોંધાયા, રિકવરી રેટ 98.75 ટકા
ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 27 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 27 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 35 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 3,43,742 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. કોવિડ 19 રસીકરણ મહાઅભિયાન અંતર્ગત જુલાઈ 2021 દરમિયાન વિક્રમજનક રસીકરણ કરવામાં આવ્યુ છે. જુલાઈ 2021માં કુલ 75,06,756 રસીના ડોઝ અપાયા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3.25 કરોડથી વધુ રસીના ડોઝ અપાયા. પ્રતિ મલિયન રસીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ.
અત્યાર સુધી 252 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 06 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 246 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,549 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10076 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે કોરોનાને કારણે આજે એક પણ દર્દીનું મોત થયું નથી. જે ગુજરાત માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 27 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 35 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં રસીકરણ
રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 808 લોકોને પ્રથમ અને 5392 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના 54660 લોકોને રસીનો પ્રથમ અને 38526 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના 163461 લોકોને રસીનો પ્રથમ અને 45800 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે રાજ્યમાં આજે કુલ 3,08,647 લોોકનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ગુજરાતનાં કુલ 3,32,66,850 લોકોનું રસીકરણ થઇ ચુક્યું છે.
રાજ્યમાં વેપારીઓને કોરોના વેકસીનેશન ફરજિયાત લેવાની સમયમર્યાદા તા.૧પમી ઓગસ્ટ ર૦ર૧ સુધી લંબાવવામાં આવી
રાજ્યમાં વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત લેવાની સમયમર્યાદા તા.૧પમી ઓગસ્ટ ર૦ર૧ સુધી લંબાવવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે વેકસીનેશન લેવાની સમયમર્યાદા 31 જુલાઇએ પૂર્ણ થતી હતી તે હવે 15 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.
GCCI દ્રારા 31 જુલાઇની મર્યાદાને 15 ઓગસ્ટ સુધી લંબાવવા માટે માંગ કરી હતી. સમય મર્યાદા ઓછી પડતી હોવાથી વધુ સમય મર્યાદા વધારવા માંગ કરી હતી. 50 ટકા ઉપર વેપારીઓનું રસીકરણ (Vaccination) પુરૂ થઇ ગયું હોવાનો અંદાજ છે. શહેરના વેક્સીનેશન સેન્ટરો (Vaccination Center) પર વેપારીઓની ભીડ જોવા મળી રહી હતી.