Gujarat Corona cases updates: રાજ્યમાં કોરોના ફરી બેકાબૂ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 700થી વધુ કેસ
રાજ્યમાં અત્યાર સુધી 2,67,701 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.03 ટકા પર પહોંચ્યો છે. હાલ 3788 એક્ટિવ કેસ છે, જેમાંથી 49 લોકો વેન્ટિલેટર પર અને 3798 લોકો સ્ટેબલ છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણ ફરી બેકાબૂ બન્યો છે. દિવસેને દિવસે સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 710 નવા કેસ નોંધાયા હતા જ્યારે 451 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એકપણ મૃત્યુ થયું નથી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4418 લોકોના કોરોનાથી મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,67,701 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.03 ટકા પર પહોંચ્યો છે. હાલ 3788 એક્ટિવ કેસ છે, જેમાંથી 49 લોકો વેન્ટિલેટર પર અને 3798 લોકો સ્ટેબલ છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
સુરત કોર્પોરેશનમાં 171, અમદાવાદ કોર્પોરેશનમાં 149, વડોદરા કોર્પોરેશનમાં 84, રાજકોટ કોર્પોરેશન 61, સુરત 30, આણંદ-18, રાજકોટ-16, ખેડા-14, સાબરકાંઠા-14, કચ્છ-13, ભરુચ-12, વડોદરા-11, ભાવનગર કોર્પોરેશન-10, નવસારી-9, ગાંધીનગર-8, ગાંધીનગર કોર્પોરેશન-8, જામનગર કોર્પોરેશન-8, પંચમહાલ-8 અને મહેસાણામાં 6 કેસ નોંધાયા હતા.
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 17,24,805 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 4,25,371 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં કુલ 10,135 લોકોને રસી આપવામાં આવી છે.