ગુજરાત કોરોના અપડેટઃ આજે ફક્ત 4 જિલ્લાઓમાંથી કુલ 31 કોરોના કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ
ગુજરાતમાં હાલ કોરોનાના સામાન્ય કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં થોડા દિવસ પહેલાં આવેલા કેસના ઉછાળા બાદ આજે કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે.
ગુજરાતમાં હાલ કોરોનાના સામાન્ય કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં થોડા દિવસ પહેલાં આવેલા કેસના ઉછાળા બાદ આજે કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. 11 મેના દિવસે આજે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર રાજ્યમાં કોરોના વાયરસના કુલ 31 કેસ નોંધાયા છે. જેમાં ફક્ત 4 જિલ્લાઓમાં જ કોરોના કેસ નોંધાયા છે. બાકીના જિલ્લાઓમાં એક પણ કેસ નોંધાયો નથી.
રાજ્યમાં જિલ્લા પ્રમાણે નોંધાયેલ કેસની વિગતો જોઈએ તો આજે અમદાવાદ શહેરમાં 19 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરા શહેરમાં 8, અમદાવાદ જિલ્લામાં 1, જામનગર શહેરમાં 1, નવસારીમાં 1, સુરત શહેરમાં 1 કેસ નોંધાયો છે. આમ 4 જિલ્લાઓમાં કુલ 31 નવા કેસ નોંધાયા છે. થોડા દિવસ પહેલાં અમદાવાદ શહેરના પાલડીમાં આવેલી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન (NID)માં કોરોના સંક્રમણ ફેલાતાં અમદાવાદના કુલ કેસોમાં વધારો જોવા મળ્યો હતો.
આ સાથે રાજ્યમાં આજે કુલ 21 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 8, વડોદરા શહેરમાં 4 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદ જિલ્લામાં 3, નવસારીમાં 2, આણંદમાં 1, ભાવનગર શહેરમાં 1, ગાંધીનગર શહેરમાં 1, મોરબીમાં 1 મળીને કુલ 21 નવા દર્દી ડિસ્ચાર્જ થયા છે.
રાજ્યમાં હાલ કોરોનાના 183 એક્ટિવ કેસ છે જેમાં 1 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે બાકીના તમામ 182 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. અત્યાર સુધીમાં કુલ 12,13, 467 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 10944 મોત નોંધાયા છે.