Gujarat Corona vaccination: ગુજરાતમાં કોરોનાની રસીની અછત, લોકો વેક્સીનેશન સેન્ટરના ધક્કા ખાવા મજબૂર
21 જૂનથી કોરોના વેક્સિનેશનના મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં વેક્સિનેશનના જથ્થાની અછતને લઇને અનેક નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા છે.

Background
અમદાવાદઃ 21 જૂનથી કોરોના વેક્સિનેશનના મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં વેક્સિનેશનના જથ્થાની અછતને લઇને અનેક નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા છે. છેલ્લા ચાર દિવસથી વેક્સીનેશનને લઇને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. અમદાવાદમાં અનેક વિસ્તારોમાં કોરોના વેક્સીનનો જથ્થો ખૂટી પડ્યો હતો તો ક્યાંક વેક્સીન સેન્ટર બહાર વેક્સીન ન હોવાના બોર્ડ લાગ્યા હતા.
વડોદરામાં પણ વેક્સીન માટે લોકોની લાંબી લાઇન
વડોદરામાં પણ કોરોના વેક્સીન લેવા માટે લોકોની લાઇન જોવા મળી હતી. રાજ્ય સરકાર દ્વારા વેકસીન ના ડોઝ ઓછા મળી રહ્યા હોવાના કારણે 260 માંથી 160 વેકસીન કેન્દ્રો બંધ રહ્યા હતા. શહેરમાં 260 કેન્દ્રો અને રોજના 26000 લોકોને વેકસીન અપાશેની જાહેરાત તો કરાઈ પણ રાજ્ય સરકાર તરફથી વેકસીનનો યોગ્ય સ્ટોક નહીં મળતા જાહેરાતના બીજા જ દિવસથી 100 થી નીચે જ વેકસીન સેન્ટરો ખુલ્યા છે. પ્રતિ દિન 160 જેટલા વેકસીન સેન્ટર બંધ રહે છે, વડોદરાને વેકસીન ઓછા મળી રહ્યા છે જેને કારણે શહેરના અનેક વિસ્તારમાં વેકસીન મુકાવવા ગયેલા લોકો પરત ફર્યા છે
વેપારીઓને કોરોના વેક્સીન 30 જૂન સુધીમાં લગાવી ફરજિયાત
સરકારે 25 તારીખે જાહેરનામુ બહાર પાડ્યુ હતું કે તમામ દુકાનો, રેસ્ટોરંટ, જીમ,થિયેટર વગેરે સ્થળોએ માલિકો અને તેમાં કામ કરતાં કર્મચારીઓએએ કોરોના વેક્સિન 30 જુન સુધીમાં લઈ લેવી નહી તો તેઓ પોતાની માલિકીની જગ્યા ચાલુ રાખી શકશ નહિ.પરંતુ કેટલાક વેપારીઓ છે જેમણે વેક્સિન માટે ધક્કા ખાવા પડ્યા છે. વેપારીઓનું કહેવું છે કે વેક્સિન લેવા માટે ગયા પરંતુ વેક્સિનનો ડોઝ નથી તેવું કહેવામાં આવે છે. અમે અમારી દુકાનો બંધ કરીને વેક્સિન માટે જતા હોઈએ છે. જેનાથી ધંધાને પણ નુકસાન થાય છે.





















