ગુજરાતમાં હોળી-ધૂળેટીના પર્વે 3-3 હત્યાથી ખળભળાટ, રાજકોટમાં 2-સુરતમાં એક યુવકની હત્યા
ગુજરાતમાં હોળી-ધૂળેટીના તહેવારમાં 3-3 હત્યાની ઘટના સામે આવી છે. સુરતમાં એક અને રાજકોટમાં બે યુવકોની હત્યા થઈ છે. રાજકોટમાં ફરી એક વખત તહેવારમાં લોહીયાળ ઘટના બની છે. હોળી પર્વ રક્તરંજીત બન્યું હતું.
![ગુજરાતમાં હોળી-ધૂળેટીના પર્વે 3-3 હત્યાથી ખળભળાટ, રાજકોટમાં 2-સુરતમાં એક યુવકની હત્યા Gujarat Crime : Three murder of Holi Dhuleti festival ગુજરાતમાં હોળી-ધૂળેટીના પર્વે 3-3 હત્યાથી ખળભળાટ, રાજકોટમાં 2-સુરતમાં એક યુવકની હત્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/17/a47b3ab2bc36fdd735ceb9698bbd49f4_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટઃ ગુજરાતમાં હોળી-ધૂળેટીના તહેવારમાં 3-3 હત્યાની ઘટના સામે આવી છે. સુરતમાં એક અને રાજકોટમાં બે યુવકોની હત્યા થઈ છે. રાજકોટમાં ફરી એક વખત તહેવારમાં લોહીયાળ ઘટના બની છે. હોળી પર્વ રક્તરંજીત બન્યું હતું. રાજકોટના ગોકુલધામ આવાસમાં હત્યાની ઘટના બની હતી. પાડોશીએ યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. મોડી રાત્રે હત્યાની ઘટના બની હતી. હત્યા સહિતના કારણો જાણવા માલવીયા નગર પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો પ્રમાણે, આવાસના ક્વાર્ટરમાંથી યુવાનની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. મૃતકનું નામ રમેશ રાઠોડ હોવાનું અને તેની હત્યા બાજુમાં રહેતા અમિત જેન્તી ચૌહાણે કરી હોવાનું જાણવા મળતા આરોપીને સકંજામાં લીધો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે આપેલી વિગતો પ્રમાણે, મૃતક એકલો જ રહેતો હતો. પાડોશમાં રહેતા આરોપીએ છરી જેવા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રમેશની હત્યા કરી છે. રાત્રીના અગિયાર વાગ્યાની આસપાસ હત્યાથી આવાસમાં ટોળાં એકઠા થઇ ગયા હતા. સકંજામાં આવેલા આરોપી અમિત ચૌહાણની પૂછપરછ કરી હત્યાનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.
રાજકોટના ગોંડલમાં હત્યાની ઘટના સામે આવી છે. ગોંડલ- મોવિયા રોડ પર બની યુવાનની હત્યાની ઘટના બની છે. ફુલવાળી ચોકની અંદર યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ પાસેથી લોખંડનો મોટો ટુકડો મળ્યો છે. જ્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ. ગોવાલક ગણપત નગરમાં 35 વર્ષય ધર્મેન્દ્ર પરિહાર નામના યુવકની હત્યા કરવામાં આવી છે. સોસાયટીમાં જ રહેતા કેટલાક હત્યારાઓએ તિક્ષ્ણ હથિયારથી હત્યા કરી છે. અંગત અદાવતમાં હત્યા કરાયાનું અનુમાન છે. પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ સત્યનારાયણ સોસાયટીની ઘટના. હોળીના દિવસે બપોર ના સમયે ગળે ફાંસો ખાઈને મહિલાએ આપઘાત કર્યો. કાજલબેન ચાવડા નામની મહિલાએ કર્યો આપઘાત. મહિલાની જે સ્થિતિ છે તેના પરથી શંકા ઉદભવી રહી છે. મહિલાની હત્યા કે પછી આત્મહત્યા તે તપાસનો વિષય બન્યો. કાપોદ્રા વિસ્તારમાં મહિલાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી. ગળેફાંસો ખાધેલી હાલતમાં મહિલાની લાશ મળી, પરંતુ મહિલાનાના ઘુટણ જમીન સુધી હોવાનું સામે આવ્યું. મહિલાએ આપઘાત કર્યો કે તેની હત્યા થઈ તેની તપાસ શરૂ. કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માત નોંધ કરી તપાસ આરંભી. ઘટનાના પગલે સતનારાયણ સોસાયટીમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ લોકો એકઠા થયા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)