Gujarat Election 2022: જાણો અભિનેતા હિતુ કનોડિયાએ કઈ બેઠક પર ચૂંટણી લડવા દાવેદારી નોંધાવી
ગુજરાત વિધાનસભા ચૂંટણી: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠાની ચાર બેઠકો માટે બીજેપીએ આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરી
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાની ચાર બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં દાવેદારો પોતાના સમર્થકો સાથે દાવેદારી કરવા માટે આવી પહોંચ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સાબરકાંઠાની ચાર બેઠકો માટે દાવેદારી નોંધાવવા માગતા દાવેદારો સેન્સ આપવા મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે. હિંમતનગર, પ્રાતિજ, ઈડર અને ખેડબ્રહ્મા બેઠક પર દાવેદારી નોંધાવવા દાવેદારો પોતાના સમર્થકો સાથે આવી પહોંચ્યા છે. પ્રદેશ ભાજપમાંથી પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, પ્રશાંત કોરાટ અને સીતાબેન નાયક દ્વારા દાવેદરોનું સેન્સ લેવામાં આવ્યું હતું.
જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પૈકીની ઇડર બેઠક પર દાવેદારી કરનાર દાવેદરોને સાંભળવા આવ્યા હતા. ઇડર બેઠક પર 32 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. જેમાં 10થી વધુ મહિલાઓ અને 10 જેટલા સાબરકાંઠા જિલ્લા બહારના દાવેદરોએ દાવેદારી નોંધાવી છે. પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા અને સ્થાનિક ધારાસભ્ય હિતુ કનોડિયા આ બેઠક પર મેદાને આવ્યા છે. હીતુ કનોડિયા હિંમતનગર સર્કિટહાઉસ ખાતે દાવેદારી નોંધાવવા પહોંચ્યા હતા.
ગોંડલ બેઠક પર બીજેપીની સેન્સ પ્રક્રિયા શરૂ
રાજકોટ જિલ્લાની સૌથી રસપ્રદ ગોંડલ બેઠક પર સેન્સ પ્રક્રિયામાં દાવેદારો પહોંચ્યા હતા. ભાજપનો ગઢ ગણાતી ગોંડલ બેઠક પર 2 ક્ષત્રિય આગેવાનો સામસામે આવી ચૂક્યા છે. જયરાજસિંહ જાડેજા જૂથ અને રીબડા જૂથ છે સામસામે છે. રીબડા જૂથ તરફથી રાજદીપ સિંહ જાડેજા, સહદેવ સિંહ જાડેજા, શશીકાંત રૈયાણી અને શ્વેતા પટેલએ દાવેદારી કરી છે. ગોંડલના સહકારી આગેવાન જયંતી ઢોલ રીબડા જૂથના સમર્થનમાં પહોંચ્યા હતા.
આ અવસરે જ્યંતી ઢોલએ કહ્યું, હું 40 વર્ષથી ભાજપમાં છું. પાર્ટી જેમને ટીકિટ આપશે તેમનું હું સમર્થન કરીશ. જયરાજસિંહ જૂથ તરફથી જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્ય સિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજા દાવેદારી નોંધાવવા પહોંચ્યા હતા. ગોંડલ બેઠક પર જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતા બા જાડેજા વર્તમાન ધારાસભ્ય છે. મોટી સંખ્યામાં ટેકેદારો સાથે જ્યોતિરાદિત્યસિંહ સેન્સ આપવા માટે પહોંચ્યા હતા. ગોંડલ બેઠક પર મસગ્ર સૌરાષ્ટ્રના રાજકારણની નજર રહેલી છે. હાલમાં આ બેઠકને લઈને રાજકારણ ગરમાયું છે.
આ બેઠક પર ભાજપના 48 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી
વિધાનસભાની ચૂંટણી હવે આવી ગઈ છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો શોધવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં આજે બીજા દિવસે પણ ઉમેદવારોની પસંગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે ગઈ કાલે અબડાસા,માંડવી મુંદ્રા અને ગાંધીધામ આમ ત્રણ બેઠક ઉપર સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને મુરતિયાઓએ દાવેદારી નોંધાવી હતી. જ્યારે આજે બીજા દિવસે ભુજ બેઠક, અંજાર બેઠક અને રાપર બેઠક ઉપર સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.