Gujarat Election 2022: 'ભાજપને બહુમતી મળે તો...', અમિત શાહે ગુજરાતમાં મુખ્યમંત્રીના ચહેરા વિશે કરી આ વાત
ગુજરાતમાં અનેક ધારાસભ્યોને ટિકિટ ન આપવા અંગે તેમણે કહ્યું કે દર વખતે 30 ટકા ચહેરા બદલાય છે.
Gujarat Election 2022: ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે જણાવ્યું હતું કે જો 2022માં ગુજરાતમાં આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને બહુમતી મળશે તો ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્ય પ્રધાન રહેશે. શાહના નિવેદનથી સ્પષ્ટ છે કે પટેલ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે અને પાર્ટીની નજર સતત સાતમી ટર્મ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શાહના ગૃહ રાજ્ય પર છે.
શાહે CNN-News18 ના કાર્યક્રમમાં કહ્યું, "જો ગુજરાતમાં ભાજપને બહુમતી મળશે તો ભૂપેન્દ્ર પટેલ આગામી મુખ્યમંત્રી હશે." બીજેપી નેતૃત્વની આ એવી ચાલ હતી જેણે ઘણાને આશ્ચર્યચકિત કર્યા હતા. પટેલ પહેલીવાર ઘાટલોડિયા મતવિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા છે. તેમને એ જ બેઠક પરથી ફરીથી ઉમેદવારી કરવામાં આવી છે.
ધારાસભ્યોની ટિકિટ કાપવા પર અમિત શાહ
તો બીજી તરફ ગુજરાતમાં અનેક ધારાસભ્યોને ટિકિટ ન આપવા અંગે તેમણે કહ્યું કે દર વખતે 30 ટકા ચહેરા બદલાય છે. એક ચહેરો કાયમ માટે ક્યારેય રહ્યો નથી. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અમે રેકોર્ડ તોડવાની રાજનીતિ નથી કરતા, અમે હંમેશા ગુજરાતની જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા છીએ. ગુજરાતે ક્યારેય કોઈ ત્રીજા પક્ષનો ખ્યાલ સ્વીકાર્યો નથી. તેમણે કહ્યું કે અમે ગુજરાતની ચૂંટણી જંગી બહુમતીથી જીતીશું અને ભાજપની સરકાર બનશે.
Bhupendra Patel will remain chief minister of Gujarat if BJP secures majority in next month's Assembly elections: Senior leader and Union Home Minister Amit Shah
— Press Trust of India (@PTI_News) November 14, 2022
કોંગ્રેસે સીએમ ચહેરો આપ્યો નથી
અગાઉ અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીએ "જાહેર સર્વેક્ષણ" કર્યા બાદ પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીને તેના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. કોંગ્રેસે ચૂંટણી માટે મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત ન કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતની કુલ 182 બેઠકો માટે 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.